કાલોલ : 22 ડિસેમ્બર
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત આ મહોત્સવનાં સ્થળ માટે 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવ્યું છે. મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવનઘડતરની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક-આધ્યાત્મિક બાબતો જીવનમાં નવી રીતે શીખવાની અને અપનાવવાની એક તક પૂરી પાડે છે.જેને જોવા માટે દરરોજ લાખો લોકો આવે છે
ત્યારે આજ રોજ કાલોલ તાલુકાનાં ” શ્રી સ્વામિનારાયણ સંયુક્ત સતસંગ મંડળ ડેરોલગામ “દ્વારા અમદાવાદનાં કર્ણાવતી ના ઓગણેજ ખાતે ઉજવાયેલ રહેલ સદી નો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ “શ્રી પ્રમુખસ્વામી મહરાજ શતાબ્દી મહોત્સવ”માં સહભાગી થવા માટે બે દિવસ નું પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ 200 થી વધુ હરિભક્તો જવા માટે રવાન થયાં છે.
આમ કાલોલ તાલુકામાંથી 65 જેટલી બસોમાં રોજેરોજ ફાળવવા માં આવેલ ગામો માંથી લોકો આ મહોત્સવ માં જસે