Home પંચમહાલ જીલ્લો જેલરની ઑફિસમાં દોડી આવીને પોતાનુ માથું ઓફિસના કાચના દરવાજામાં પછાડી કાચ તોડી...

જેલરની ઑફિસમાં દોડી આવીને પોતાનુ માથું ઓફિસના કાચના દરવાજામાં પછાડી કાચ તોડી નાખ્યો

137
0

કાલોલ
૧૭/ફેબ્રુઆરી/૨૦૨૩

ગોધરા સબ જેલના આરોપીએ જેલ ઓફિસની કાચની બારીમાં માથુ પછાડી તોડફોડ કરી: જેલવાળાઓએ માર્યો હોવાના આરોપીએ આક્ષેપો કરતા જેલ વિભાગે સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી

કાલોલ શહેરમાં ગત જાન્યુઆરી મહિનામાં મહાલક્ષ્મી મંદિર વિસ્તારના પૂંજી ફળિયાના એક મકાનમાં રાત્રિના સુમારે ઘરમાં ઘુસીને દંપતીને છરો બતાવી લુંટ મચાવતા ઘટના સ્થળેથી નાસી જતા સમયે ઝડપાયેલા બે આરોપીઓને તત્કાલીન સમયે કોર્ટ કાર્યવાહીને અંતે આરોપીઓને ગોધરા સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જે પૈકીનો એક આરોપી નામે મોઈન ઉર્ફે જફર ઉમર કાઝી જરોદિયા (રહે. કાલોલ) જે હાલ લુંટના ગુનામાં ગોધરા ખાતેની સબ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલ છે જેને ૧૬/૦૨ને ગુરુવારના રોજ બપોરના ૨:૩૦ થી ૩ કલાક દરમ્યાન અંદરોઅંદર ઝઘડો કરી જોર જોરથી બુમ બરાડા પાડી જેલરની ઑફિસમાં દોડી આવીને પોતાનુ માથું ઓફિસના કાચના દરવાજામાં પછાડી દઈ કાચ તોડી નાખી પોતાના કપાળ અને ચહેરાના ભાગે ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ થઈ ગયો હતો. જે ઘટનાને પગલે જેલ સ્ટાફે આરોપીને પકડી બચાવ કામગીરી હાથ ધરી ત્યારે જોર જોરથી બુમ બરાડા પાડીને જેલના સ્ટાફે મને માર્યો છે તેવા આક્ષેપ કરીશ તેવું જણાવતો હતો. જેથી જેલ વિભાગે તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત બનેલા આરોપીને સારવાર હેઠળ ખસેડીને સમગ્ર ઘટના અંગે જિલ્લા ડિવિઝન પોલીસ મથકે જાણ જોગ ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસે આરોપી વિરુદ્ધ સરકારી મિલકતને નુકશાન કર્યુ હોવાની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here