Home સુરેન્દ્રનગર જુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જુનિયર ક્લાર્કની પરીક્ષા સંદર્ભ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

131
0

સુરેન્દ્રનગર : 5 એપ્રિલ, 2023


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.09/04/2023ના રોજ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા યોજાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે વિવિધ પ્રતિબંધો મુકતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા.09/04/2023 ના રોજ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રની આજુબાજુમાં આવેલ ઝેરોક્ષ મશીનોની દુકાનો સંચાલકો દ્વારા સવારે 08:00 થી 14:30 કલાક સુધી બંધ રાખવાની રહેશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ઊભા રહેવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં સેલ્યુલર/મોબાઇલ/ સ્માર્ટ વોચ/ કેમેરા/ લેપટોપ/ કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ગેઝેટસ તેમજ પુસ્તક અને સાહિત્ય કે કોઈપણ પ્રકારની અન્ય વસ્તુઓ ઉમેદવારો દ્વારા લઈ જવા પર તેમજ પરીક્ષા દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે સવારે 9:30 થી 14:30 કલાક દરમિયાન ખોદકામ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here