Home પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “મન કી બાત” કાર્યક્રમના આયોજનના ભાગરૂપે યોજાઇ બેઠક

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “મન કી બાત” કાર્યક્રમના આયોજનના ભાગરૂપે યોજાઇ બેઠક

120
0
પાટણ : 24 ફેબ્રુઆરી

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ મનકી બાત કાર્યક્રમમાં આયોજનના ભાગરૂપે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ૨૭મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ થકી સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એવો પ્રયત્ન કરવામાં આવતો હોય છે.ત્યારે આગામી ૨૭મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વાર મન કી બાત કાર્યક્રમ લઈને આવ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે મન કી બાત કાર્યક્રમના ઈન્ચાર્જ રમેશભાઈ ઠક્કર ના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ જિલ્લાના વિવિધ મોરચાના અને મંડળના પ્રમુખ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ દ્વારા “મન કી બાત” કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું કઈ જગ્યાએ આયોજન કરવું.ક્યાં હોદેદારોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવું તે અંગ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ સાથે જોડાય તે માટે પણ રમેશભાઈ ઠકકર દ્વારા આહવાન કરવામાં આવ્યુ હતું.આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ મોરચા અને મંડળના પ્રમુખોએ પણ પોતાના અભિપ્રાય આપ્યા હતા.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here