CPR એ જીવન બચાવવાની પદ્ધતિ છે. જે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટથી પીડિત દર્દીનું જીવન બચાવી શકે છે. પરંતુ CPR આપવા માટે યોગ્ય માહિતી હોવી પણ જરૂરી છે.
આ અંગે જામજોધપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુનડા હેઠળ આવતા સોનવાડિયા ગામના લોકો ને CPR માટે તાલીમ આપવામાં આવી હતી. મુખ્ય જીલ્લ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વસનાણી , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુનડાના મેડીકલ ઓફિસર ડો.મહેશ ગરસરના માર્ગદર્શન હેઠળ સોનવાડિયા ગામની આંગણવાડી કેન્દ્ર પર ગામના લોકોને એકઠા કરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સોનવાડિયાના કોમ્યુનીટી હેલ્થ ઓફિસર નિકુંજભાઈ મારું દ્વારા CPR અંગે તાલીમ આપવામાં આવી હતી.
જેમાં સૌથી પહેલા દર્દીને જમીન પર સુવડાવી તેની નાડી તપાસો. જો પલ્સ સતત ઘટે છે અને વ્યક્તિ બેભાન થઈ રહી છે તો તરત જ CPR આપવાનું શરૂ કરો. જેમાં પહેલા હાથને લોક કરવા અને બંને હાથને એકબીજા પર રાખી અને આંગળીઓને એકબીજા સાથે જોડી દો. હાથ દર્દીની છાતીની મધ્યમાં રાખવા અને છાતીને કંપ્રેશ કરવાનું શરૂ કરો. દર્દી શ્વાસ ન લઈ શકે ત્યાં સુધી કંપ્રેશ કરવાનું ચાલુ રાખો. CPR હૃદયમાં લોહીનો પ્રવાહ વધારશે, જે દર્દીનો જીવ બચાવી શકે છે. આ અંગે વિગતવાર ગામના લોકોને સમજાવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સોનવાડિયા ગામના આશા સરોજબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી.