Home પંચમહાલ જીલ્લો જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે અંગત અદાવતે માથામાં સાંકળ મારી જીવલેણ હુમલો

જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે અંગત અદાવતે માથામાં સાંકળ મારી જીવલેણ હુમલો

105
0

જાંબુઘોડા : 27 નવેમ્બર


પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે રહેતા સોમાભાઈ ફુલસિંગભાઈ બારીયા સાંજના 5:00 વાગ્યાના સમયે તેમના પત્ની સાથે અંગત કારણોસર બોલાચાલી થતી હતી તે દરમિયાન બાજુમાં રહેતા કુટુંબી ની દીકરી લક્ષ્મી તેમના ઘર આગળ આવી અમને ખોટી ગાળો કેમ બોલો છો તેમ કહી સોમાભાઈ ને ખેંચીને પોતાના ઘર આગળ ખેંચી લઈ જઈને ગડદા પાટોનો માર મારતા કંચનભાઈ વરસનભાઈ બારીયા અને તેમનો જમાઈ અનિલ અલસીંગ બારીયા રહે વડેક બંને હાથમાં લાકડી અને લોખંડની સાંકળ લઇ દોડી આવી સોમાભાઈ ને ગડદા પાટોનો માર મારી તેમજ પાછળ બરડાના ભાગે લાકડી તેમજ લોખંડની પાઇપ મારી જીવલૅણ હુમલો કર્યો હતો તેવામાં તેમનો પુત્ર અજીત આવી જતા સોમાભાઈ ને તાત્કાલિક 108 માં જાંબુઘોડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેમના તાત્કાલિક બોડેલી પબ્લિક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યારે સોમાભાઈ ને વધુ ઇજા હોવાના કારણે વડોદરા ખાતે એસએસસી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ બાબતે જાંબુઘોડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરાતા જાંબુઘોડા પોલીસે ઈ. પી. કોં કલમ 307.323.504.506.(2)114. તથા જીપીએફ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 

અહેવાલ : સંદીપ વાળંદ જાંબુઘોડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here