Home છોટાઉદેપુર છોટા ઉદેપુરની મુલાકાતે આવેલ મુખ્યમંત્રીએ લોક પ્રશ્નો અંગે જાણકારી મેળવી.

છોટા ઉદેપુરની મુલાકાતે આવેલ મુખ્યમંત્રીએ લોક પ્રશ્નો અંગે જાણકારી મેળવી.

95
0

છોટાઉદેપુર : 5 મે


છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે આવેલ વિડીયો કોન્ફરન્સ હોલમાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના લોક પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી.

બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી દ્વારા પણ અધિકારી પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવ્યો હ તો. તેમણે જિલ્લાના સામાજિક આર્થિક કે શૈક્ષણિક વિકાસ માટે સરકાર હંમેશા હકારાત્મક પણે કામ કરી રહી છે પદાધિકારીઓ તરફથી આવેલી તમામ રજૂઆતોનો વહેલી તકે નિરાકરણ આવે એવી કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિશાબેન સુથાર જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન પટેલ ચડા ના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પદાધિકારીઓ તરફથી મળેલી રજૂઆત અંગે કરેલ કામગીરી અંગે પણ મુખ્યમંત્રીને અવગત કરાવ્યા હતા.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સ્મૃતિ ચારણ જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંહ રેન્જ આઈ.જી એમ.એસ ભરાડા, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ,માજી સંસદીય સચિવ જયંતીભાઇ રાઠવા માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને tribal એડ્વાઇઝરી કમિટીનો મેમ્બર ઉમેશભાઈ રાઠવા આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખો જીલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેન તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:અલ્લારખા પઠાણ, છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here