Home પંચમહાલ જીલ્લો ઘોઘંબામાં સિમલીયા કોલેજમાં આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત સ્પર્ધા યોજાઇ….

ઘોઘંબામાં સિમલીયા કોલેજમાં આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત સ્પર્ધા યોજાઇ….

97
0

ઘોઘંબા તાલુકામાં આવેલ એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ સીમલિયામાં રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 31 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નમ્બરે ઠાકોર દેવિશા, બીજા નમ્બરે ચૌહાણ ભગવતી, ત્રીજા નંબરે ચૌહાણ જાહનવી વિજેતા થયા હતા. તેમજ નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે બારીયા પીનલ, બીજા નંબરે ચૌહાણ ધર્મિષ્ઠા, ત્રીજા નંબરે બારીયા જીગીશા વિજેતા થયા હતા તો ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નમ્બરે બારીયા જીગીશા, બીજા નમ્બરે ચૌહાણ ધર્મેન્દ્ર, ત્રીજા નંબરે રાઠોડ વિપુલ વિજેતા થયા હતા. વિજેતાઓને પ્રિન્સીપાલ ડૉ. દિલીપકુમાર અમીનના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. સ્પર્ધાનું સંચાલન ડૉ. રામભાઈ મેઘવાળે કર્યુ હતુ. કોલેજના પ્રાધ્યાપકો પ્રા. હરિપ્રસાદ કામોલ, ડૉ. દિલીપસિંહ ચાવડા, પ્રા. દિનેશભાઇ ભુરિયા અને ડૉ. ડી.વી.ચૌધરીએ નિર્ણાયકો તરીકે ભૂમિકા ભજવી હતી. કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here