Home ગોધરા ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દવારા મેડિકલ અને રકતદાન કેમ્પ...

ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દવારા મેડિકલ અને રકતદાન કેમ્પ યોજાયો.

192
0

પંચમહાલ: 17 મે


સમસ્ત બ્રહ્મસમાજ ગોધરા ના ઉપક્રમે તેમજ સ્ટેગો હોસ્પિટલ ના સહયોગથી ગોધરા ખાતે બ્રહ્મ પરિવારો માટે એક મેડિકલ તેમજ રકદાન કેમ્પનું આયોજન ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના લોકો હાજર રહ્યા હતા.જેમાં સમસ્ત બ્રહ્મસમાજના ગોધરા એકમ ના પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ તેમજ યુવા ટીમ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ હાજર રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

આ કેમ્પમાં 27 જેટલા રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું તેમજ 140 જેટલા લોકો એ અલગ અલગ રોગ ના નીષ્ણાતો પાસે કન્સલ્ટ કરી સારવાર લીધી હતી.આ કેમ્પ માં બ્લડ રિપોર્ટ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.વધુ માં આયુષમાન કાર્ડ માટે ની કામગીરી પણ કરવામાં આવી હતી જેમાં 70 જેવા આયુષ્યમાંન ભારત ના હેલ્થ કાર્ડ આપવમાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ માં હિતેશભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓનો અને યુવાનો તેમજ મહિલા પાંખ હાજર રહી સફળ બનાવ્યો હતો.

અહેવાલ: કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here