ગોધરા : ૧૦ જાન્યુઆરી
પંચમહાલ ગોધરા રેન્જના ડી.આઇ.જી. એમ.એસ.ભરાડા એ આપેલી સુચના મુજબ પોલીસ અધિક્ષક ર્ડો.લીના પાટીલ દ્વારા આપેલી સુચના અને માર્ગદર્શન તેમજ નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણાના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા પોલીસ ઇન્સપેકટર એમ.આર.નકુમ ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્કોડને આપેલી સુચના આધારે સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સ્ટાફને ખાનગી બાતમીદારથી ચોકકસ બાતમી હકીકત મળી હતી કે ગોધરા શહેર એ.ડીવી.પો.સ્ટે.માં છેતરપીડીના બે ગુન્હાઓમાં નાસતો –ફરતો આરોપી નીત સુનિલકુમાર વિપીનચંન્દ્ર શાહ રહે.વાવડી(બુ) શ્રી રામ સોસાયટી, જલારામ મંદિર પાસે, ગોધરા જે હાલમાં ગોધરા-વડોદરા બાયપાસ હાઇવે ઉપર હોવાની ચોકકસ હકીકત આધારે આરોપી નીત સુનિલકુમાર વિપીનચંન્દ્ર શાહને હસ્તગત કરી કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબની કાર્યવાહી કરી ગુન્હા સબંધિત અટક કરી તપાસ તજવીજ કરવામાં આવેલ છે.