પંચમહાલ: 19 મે
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોગ શિબિર અને યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌને ચેરમેન શીશપાલજીએ મનુષ્ય જીવનમાં યોગ અંગેનું મહત્વ સમજાવતા સૌને યોગ કરી નિરોગી રહેવા સાથે ફીટ ઇન્ડિયા માટે ફીટ બનવા જણાવ્યું હતું.યોગ શિબિરમાં રાજયકક્ષાના આરોગ્યમંત્રી નીમિષાબેન સુથાર,કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વી.સી ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ સહિત પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત યોગ બોર્ડના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યોગ કોચ,યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઘર ઘર સુધી અને પ્રત્યેક જન જન સુધી યોગ પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.શહેરી અને ગ્રામ્ય કક્ષાએ યોગ કોચ અને યોગ ટ્રેનર તૈયાર કરી યોગ થકી સૌને નિરોગી રાખવા માટેનું કાર્ય પુરજોશમાં હાલ ચાલી રહ્યું છે.દેશના વડાપ્રધાનનું પણ ઘર ઘર અને જન જન સુધી યોગ પહોંચે અને સૌ યોગી બને એવું સ્વપ્ન છે જે પૂર્ણ કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી હાલ યોગ પે ચર્ચા અને યોગ શિબિર કાર્યક્રમ રાજ્યભરના અલગ અલગ સ્થળે યોજી રહ્યા છે.જેના ભાગરૂપે ગોધરા ખાતે પણ ઉક્ત કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રારંભિક તબક્કામાં યોગ બોર્ડના ચેરમેન દ્વારા યોગ અંગેની જાણકારી સાથે યોગ થી જીવનમાં થતાં ફાયદા અંગે જાણકારી આપવામાં આવી હતી સાથે જ ઉપસ્થિતીઓને પ્રત્યક્ષ યોગાસન કરાવ્યા હતા.આ પ્રસંગે ચેરમેન શીશપાલજીએ જણાવ્યું હતું કે યોગ થકી મનુષ્યનો પોતાનો વિકાસ ,દેશનો વિકાસ અને ધર્મનો વિકાસ થાય છે .
આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવાની જે નેમ વ્યક્ત કરી રહયા છે જેઓનું આ સ્વપ્ન પુરૂ કરવા માટે આપડે સૌએ પણ જાતે નિરોગી રહેવા જીવનમાં યોગ અપનાવી દેશના તંદુરસ્ત વિકાસ માટે પણ સહભાગી બનવું પડશે એમ જણાવ્યું હતું.વધુમાં ચેરમેન શીશપાલજીએ મનુષ્ય જીવનમાં બીમારી માટે રોજિંદા આહાર અને આહાર લેવાની પદ્ધતિને જવાબદાર ગણાવી હતી અને આહાર થકી વધતી જતી બીમારીઓ અને મેદસ્વીપણાને દૂર કરવા માટે યોગને જીવનમાં અપનાવવા માટે સૌને અપીલ સાથે આહવાન કર્યું હતું.