ગોધરા : 17 ફેબ્રુઆરી
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પાવર હાઉસ વિસ્તારમાં આવેલ ગોધરા શહેર ના પૂર્વ વિભાગ માટે કામ કરતી mgvcl ની ઓફીસ માં કર્મચારીઓ ની અણઆવડત કહેવી કે તેમના નિમેલા એજન્ટો મારફતે પોતાનું કામ કરાવું એ આમ જનતા માટે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે .જે તે ગ્રાહકને પોતાનું નવી ન મકાન બનાવવું હોય કે બીજા અન્ય કામમાટે વીજ જોડાણ ની જરૂર પડતી હોય છે જેમાં જો ગ્રાહક જાતે એ કામ કરવા જાય તો એને એક અઠવાડિયા સુંધી તો કાગળો માટે આમ તેમ દોડવામાં આવે અને એનું કામ 15 દિવસ સુંધી ખોરંભે પડે પણ જો mgvcl માં જો કોઈ એજન્ટ ને આપવામાં આવેતો એ કામ ફક્ત 3 કે 4 દિવસ માં પૂરું થઈ જાય છે .તો શુ એજન્ટ અને જેતે કર્મચારી ની મિલી ભગત હશે કે અધિકારી એજન્ટ ના સગા છે? જો કે આ તમામ બાબતો વચ્ચે સામાન્ય નાગરિક ને જ સહન કરવાનું આવે.કયારે બંધ થશે આ એજન્ટ પ્રથા અને ક્યારે આ સરકારી બાબુઓ ખરે ખર કામ કરશે એ તો રામ જાણે.