Home પંચમહાલ જીલ્લો ગોધરામાં રેડક્રોસ સોસાયટી ભવન ખાતે રક્તદાન શિબિર યોજાઇ

ગોધરામાં રેડક્રોસ સોસાયટી ભવન ખાતે રક્તદાન શિબિર યોજાઇ

185
0

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં સ્મિતાબેન કમલેશભાઈ શાહ પરિવાર દ્વારા સ્વ. કમલેશભાઈ જેઠાલાલ શાહ ઓરવાડા વાળાની સ્મૃતિમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી પંચમહાલ જિલ્લા શાખા ગોધરાના સહયોગથી ગોધરા રેડક્રોસ સોસાયટી ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં શહેરની વી ક્લબ ઓફ ગોધરા, વી ક્લબ ઓફ સનશાઈન, વી ક્લબ ઓફ વંડર વુમન, વી ક્લબ ઓફ સન્નારી, વી ક્લબ ઓફ ખોડીયારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રક્તદાન શિબિરમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામીનીબેન સોલંકી, રેડક્રોસ સોસાયટી મેનેજિંગ કમિટી સભ્ય કૈલાસભાઈ કારીઆ, મહિલા કલબોના જિલ્લા પ્રમુખ વી. મનીષાબેન માણકે, સેક્રેટરી વી. શ્રીજલબેન ભગત, ટ્રેઝરર વી. શૈલીબેન શાહ, એરીયા કો-ઓર્ડીનેટર વી. હર્ષાબેન પંચાલ, પૂર્વ મહિલા પ્રમુખ વી. કાશ્મીરાબેન પાઠક, ગીતાબેન લોહાણા તથા વી. ક્લબ ઓફ સનશાઈન ના પ્રમુખ ભક્તિબેન સોની ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આ પ્રસંગે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરમાં બહેનો અને ભાઈઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here