Home પંચમહાલ જીલ્લો ગોધરાના ઓરવાડા ખાતે વિકાસ કાર્યોનો શુભારંભ …..

ગોધરાના ઓરવાડા ખાતે વિકાસ કાર્યોનો શુભારંભ …..

184
0

ગોધરા તાલુકાના ઓરવાડા ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં શુભારંભ અને ઓરવાડા પ્રાથમિક  શાળામાં પાંચ ઓરડાનાં ખાત મુહર્ત ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીનાં અધ્યક્ષપણામાં જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન જી. સોલંકીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. ધારાસભ્ય  દ્વારા જિલ્લા પંચાયતના દંડક પરમાર દ્વારા પોતાના વિસ્તારમાં સતત પ્રયત્નશીલ રહી જન આરોગ્ય અને શિક્ષણ માટે કરેલ પ્રયત્નો થકી પી.એસ. સી સેન્ટર ટૂંક સમયમાં કાર્યાન્વિત કરાવવા બદલ તેઓને અભિનદન પાઠવ્યા હતા.

આ કાર્યકમમાં જિલ્લા પંચાયતનાં દંડક એ.બી.પરમાર,  તાલુકા પંચાયતના પ્રમુખ સુનીતાબેન બારીઆ, તાલુકા ગોધરા ભાજપા પ્રમુખ  સરદારસિંહ પટેલ, મહામંત્રી રામભાઇ ગઢવી, શિક્ષણ સમિતિના ચેરમેન  આરોગ્ય સમિતિના ચેરમેન , જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારી , તાલુકા પંચાયતના સદસ્યઓ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,ગ્રામપંચાયતના સરપંચ  અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. જેઓનું શાલ અને બુકેથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here