પંચમહાલ : 13 જાન્યુઆરી
દાન ના મહાપર્વ કહેવાતા મકરસંક્રાંતિ ના આગલા દિવસે ગોધરા ના આયુવેદિક અને હોમિયોપેથીક તબીબો નું વિશિષ્ટ દાન કરવા માં આવ્યું હતું જેમાં ગોધરા ખાતે આવેલ બાળ સંરક્ષણ ગૃહ ના બાળકો માટે જરૂરી ચીજવસ્તુઓ નું દાન આપવા માં આવ્યું હતું જેમાં બાળકો માટે દુધ પાવડર, પેમ્પર, સેરેલેક,બિસ્કિટ, કીટલી, કપડા, ચટ્ટાઈ જેવા સામાન નો મોટો જથ્થો આપી વિશિષ્ટ રીતે કરી મકરસંક્રાંતિ ની ઉજવણી કરવા માં આવી હતી
જિલ્લા ની પ્રજા ના સ્વાસ્થ્ય ની ચિંતા કરતા આયુર્વેદ અને હોમિયોપેથીક તબીબો નું એસોસીએશન હવે સમાજ સેવા માં પણ અવિરત અગ્રેસર રહેવા પ્રયત્ન શીલ રહે છે જેમાં દાન ના મહાપર્વ કહેવાતા ઉત્તરાયણના તહેવાર ની વિશિષ્ટ રીતે ઉજવવા નું નક્કી કરી તબીબો ની એક ટીમ જેઓ આયુર્વેદ હોમિયોપેથીક ડોક્ટર ના એસોસિએશન નું પ્રતિનિધિત્વ કરે છે તેઓ એ બાળ સંરક્ષણ ગૃહ જઈ અહીં રહેતા બાળકો માટે જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ નો શક્ય મોટો જથ્થો આપી ને દાન ના પર્વ ની એક પ્રકારની ઉજવણી કરી હતી અને સાચા અર્થમાં સમાજ ના સારા સ્વાસ્થ્યની ચિંતા કરનાર તરીકે ની ઓળખ યથાર્થ કરી હતી
આ ઉજવણી માં આયુર્વેદ હોમિયોપેથીક ડોક્ટર એશો. ના પ્રમુખ ડૉ. દિલીપ દાસીયાની, સેક્રેટરી ડૉ હર્ષદ મહેરા, ઉપપ્રમુખ ડો.વિજય પટેલ તેમજ ડો.શ્યામ સુંદર શર્મા, ડો.જયકીશન, ડો.અજય ભોઈ સમગ્ર એશો.વતી થી ઉપસ્થિત રહી આ દાન આપ્યું હતું