ક્ચ્છ : 27 ફેબ્રુઆરી
રાજ્યના વિશાળ અને સરહદી જિલ્લા કચ્છમાં માનવવસ્તીની સાપેક્ષમાં પશુધનની વસ્તી આવેલી છે,કચ્છમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે જોકે વરસાદી અછત અને વિશાળ જિલ્લાના કારણે પશુપાલકો પોતાના ઢોરનું પાલન કરી શકતા નથી જેથી તેને પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી દેવાય છે પરંતુ પાંજરાપોળમાં દાન આવતું નથી જેથી પશુની નિભાવણી થઈ શકતી નથી સરકાર અછત વખતે પશુદીઠ સબસીડી આપે છે ત્યારે હવે પશુદીઠ કાયમી સબસીડી આપે તે જરૂરી છે.
.અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત , નંદીશાળાના અધ્યક્ષ,તેમજ ગુજરાત ગૌ કૃષિ સેવા નિગમના અધ્યક્ષ, અને ગોવર્ધન પર્વતના અધ્યક્ષ ત્રિકમદાસજી મહારાજ દ્વારા આ સંદર્ભે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને રજૂઆત કરી છે.
હાલમાંઉત્તરપ્રદેશ,રાજસ્થાન, છતિશગઢ, હિમાચલપ્રદેશમાં કાયમી ધોરણે પશુદીઠ સબસીડી ચૂકવાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ કાયમી પશુ સબસીડી ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જિલ્લામાં ગૌશાળા પાંજરાપોળમાં નિભાવ કરવામાં આવતા પશુઓની હાલત દયનિય બની છે અબોલ, નિરાધાર, વૃધ્ધ, અપંગ,બીમાર પશુધનનો પાંજરાપોળ ગૌશાળામાં નિભાવ કરવામાં આવે છે પાંજરાપોળ ગૌશાળાઓમાં આર્થિક દાન ન આવવાથી સંચાલન મુશ્કેલ બન્યું છે રાજ્યમાં સૌથી વધુ પાંજરાપોળ પણ આ જિલ્લામાં જ આવેલી છે ત્યારે સરકાર પશુદીઠ સબસિડી આપે એ જરૂરી છે.