ગુજરાતીઓનો મન ગમતો તહેવાર એટલે નવરાત્રિ… આ નવલા નોરતાંની તો લોકો કેટલાય દિવસ પહેલાંથી રાહ જોતાં હોય છે. અને તૈયારીઓ તો એમ કરશે જાણે ઘરે લગ્ન હોય. ખેર આ વર્ષે નવરાત્રિની શરૂઆત 15 ઓક્ટોબર ના રોજથી શરૂ થઇ રહી છે. વાત કરીએ તો ગુજરાતના દરેક શહેરોમાં , સોસાયટીમાં , ગલીઓમાં , શેરીઓમાં ગરબાની રમઝટ જામતી હોય છે.
આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબર, 2023 થી શરૂ થઈ રહી છે. જે મંગળવાર, 23 ઓક્ટોબર, 2023 સુધી ઉજવવામાં આવશે. તેમજ દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. નવરાત્રિમાં જગત જનની અંબે માં ની આરાધના કરવાનો પર્વ છે. જ્યાં નવરાત્રિના પ્રથમ દિવસે લોકો માતાજીની પૂજા-અર્ચના કરે છે. હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ 9 દિવસોમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આસો નવરાત્રીનો પ્રારંભ થાય છે. આ વર્ષે આસો નવરાત્રિ કળશ, એટલે કે ગઢ સ્થાપના સાથે શરૂ થાય છે અને કળશ સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:44થી બપોરે 12:30 સુધીનો છે. આ સમય દરમિયાન ભક્તો તેમના ઘર અથવા માતાના મંડપમાં કળશ સ્થાપિત કરી શકે છે, આ સાથે પ્રથમ દિવસે માતા રાણીના સ્વરૂપ માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
વાત કરીએ તો નવલા નોરતાંમાં ગરબાની રમઝટ તો દરેક જગ્યાએ એટલે ખૂણે-ખૂણે થતી હોય છે. પરંતુ રાજ્યના મહાનગરો એટલે કે અમદાવાદ , ગાંધીનગર , રાજકોટ , જામનગર , વડોદરા , ભાવનગર જેવાં અનેક મોટાં શહેરોમાં ગુજરાતી કલાકારોનાં અવાજથી ખેલૈયાઓ ગરબે ઝુમી ઉઠે છે. તો રાજ્યમાં મોટાં મોટાં પાર્ટી પ્લોટમાં આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગરબા રમવાં માટે નાનાં ભૂલકાંઓ તેમજ વડીલો પણ પોતાને રોકી શકતાં નથી ને ગરબે રમે છે. નવરાત્રિ માત્ર ગુજરાત પૂરતી સિમિત નથી હોતી. … ગુજરાત સિવાય મુંબઇ તેમજ વિદેશમાં પણ ગુજરાતીઓ ગરબે રમે છે. વિદેશમાં જોકે પ્રિ એન્ડ પોસ્ટ નવરાત્રિ થતી હોય છે. જ્યાં વિદેશમાં રહેતાં ગુજરાતીઓ માટે આયોજન થતુ હોય છે. તો ચાલો તૈયાર થઇ જાઓ ગરબે રમવા ,…. !!!!!