Home ક્ચ્છ ” ગીર ફાઉન્ડેશન” દ્રારા તા.12/01/2022 ના રોજ ગોરેવલી ગામ, બન્ની, તાલુકો: ભુજ,...

” ગીર ફાઉન્ડેશન” દ્રારા તા.12/01/2022 ના રોજ ગોરેવલી ગામ, બન્ની, તાલુકો: ભુજ, કચ્છ ખાતે જળવાયુ પરીવર્તન સામે અનુકૂલન સાધવા માટેની પરિયોજના અંતર્ગત બન્ની ઘાસિયા ભૂમિ ના ૧૨ ગામો/વાંઢો ના હિતધારકો ની ત્રીજી વાર્ષિક બેઠક યોજાયેલ હતી…

136
0
કચ્છ : 13 જાન્યુઆરી

આ વિસ્તારમાં પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામગીરીઓ જેવીકે ઘાસિયા ભૂમિ નું પુનઃ સ્થાપન, જળ સંચય માટે તળાવોનું પુનઃ સ્થાપન/નવીનીકરણ તથા વિવિધ તાલીમો દ્વારા ઘાસીયા ભૂમિ ના સંરક્ષણ, જળવાયુ પરિવર્તન સામે ટકી રહેવા માટે જરૂરી હકારાત્મક પગલાં ની જાણકારી બહોળા સમુદાય ને આપવા માં આવે છે.

કચ્છની હસ્તકળા જે વિશ્વ વિખ્યાત છે.આ વિસ્તારની મહિલાઓ હસ્તકળા માં પાવરધી છે જેને અનુલક્ષીને આ વિસ્તારમાં હસ્તકળા ઉધ્યોગના કૌશલ્ય વિકાસ દ્વારા વૈકલ્પિક આજીવિકા પુરી પાડવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે મહિલાઓના ૧૦ સ્વસહાય જુથ બનાવીને તાલીમ આપવી તથા માર્કેટ સાથે જોડી આપવાની કામગીરી હેન્ડલૂમ કોર્પોરેશન ની મદદ થી હાથ ધરવામાં આવી રહી છે.અત્યાર સુધી ૧૦ સ્વ-સહાય જૂથ બનાવી, ૮ કૌશલ્ય વર્ધન તાલીમો ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, તથા આ મહિલાઓને માર્કેટ સથે જોડી ને તેમની વૈકલ્પિક આજીવિકા આપવાની પણ શરુ કરવામાં આવેલ છે.

આ બેઠકને સંબોધતા “ગીર ફાઉન્ડેશન” ના નાયબ નિયામક શ્રી વિભાબેન ગોસ્વામીએ, આ વિસ્તાર માં જળવાયુ પરીવર્તન સામે ટકી રેહવા માટે આ પરિયોજના અંતર્ગત કરવામાં આવેલ ઉમદા કામગીરીઓ અંગે ની માહિતી આપી હતી.  તેઓશ્રી એ લોકજન ને સંબોધીને ને વિશ્વ વિખ્યાત બન્ની ઘાસિયા ભૂમિ નું સંરક્ષણ કરવા માટે લોક જાગૃતિ ને મહત્વ નું પાસું ગણાવ્યું હતું. આ ઉપરાંત તેઓશ્રી એ આ પરિયોજના અંતર્ગત થઈ રહેલ કામગીરીઓ માં સહકાર આપવા તથા મહિલા સશક્તીકરણનો લાભ લેવા માટે જણાવ્યું હતું.

નાબાર્ડ ના જીલ્લા વિકાસ પ્રબંધક શ્રી નીરજ સિંઘ દ્વારા જળવાયુ પરીવર્તન થી પ્રભાવિત લોક સમુદાય જેવા કે બન્નીમાં વસતા માલધારીઓ, અબડાસા ના તટવર્તી વિસ્તાર ના પગડિયા માછીમાર તથા ખડીર ના ખેડૂતો માટે આ પરીયોજના અંતર્ગત થઈ રહેલ કામગીરીઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેઓશ્રી એ લોકસમુદાય ને સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા પ્રેરણાદાયી વક્તવ્ય આપેલ હતું.

આ ઉપરાંત અન્ય મહાનુભાવો એ પણ આ સંદર્ભ માં વિચાર વિમર્શ કરેલ હતો. ઘાસિયા ભૂમિ માં વિશિષ્ટ કામગીરી ધરાવતી “કાઝરી” સંસ્થા ના વૈજ્ઞાનિક ડૉ.આનંદ કુમારે આ વિસ્તાર માં ઘાસ વાવેતર વિવિધ જાતો ની માહિતી આપી હતી.

હસ્ત કળા માં વિખ્યાત તથા આ પરિયોજના સાથે સંકળાયેલ “હેન્ડલૂમ કોર્પોરેશન- ગરવી ગુર્જરી” સંસ્થા ના કચ્છ જીલ્લા ના શ્રીમતી હીનાબેનએ વિવધ હસ્તકલા વિષે વિસ્તૃત વાત કરેલ હતી.

આ કાર્યક્રમ માં બન્ની ગ્રાસલેન્ડ ડીવીઝન-વન વિભાગ ના આર.એફ.ઓ. શ્રી નરેન્દ્રભાઈ ગઢવી અને શ્રી ગણપતભાઈ પટેલ દ્વારા  સભા માં પધારેલ વિશાળ જનસમુદાય ને અત્યારના સમય માં થઈ રહેલા જળવાયુ પરિવર્તન તથા ઘાસભૂમિ પર તેની માઠી અસરો વિશે માહિતગાર કર્યા હતા. તેમજ આ પરિયોજના અંતર્ગત, વન વિભાગ દ્વારા થઇ રહેલ ઘાસિયા મેદાનો નું પુનઃસ્થાપન તથા તળાવો ની ઉપયોગીતા અંગે પણ માહિતી આપી હતી.

આ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન “ગીર ફાઉન્ડેશન” ના પ્રોજેકટ ઓફિસર ડૉ. મેઘલ શાહ દ્વારા આવ્યું હતું. તેમજ “ગીર ફાઉન્ડેશન”ના આસિસ્ટન્ટ ફીલ્ડ ઓફિસર શ્રી દર્પક જોષીની અથાગ મેહનતથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરી શકયો હતો.


આહેવાલ : કૌશિક છાયા, ભુજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here