સાબરકાંઠા : 28 ફેબ્રુઆરી
આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરવામાં આવી છે. આ બેઠક જિલ્લા પ્રમુખ સંજયભાઈ દિક્ષિતની રાહબરી હેઠળ અને જિલ્લા ઉપપ્રમુખ કુંજનભાઈ દીક્ષિત, જિલ્લા મંત્રી મનોજભાઈ રાવલની ઉપસ્થિતિમાં તાલુકા પ્રમુખશ્રી ધીરુભાઈ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડબ્રહ્મા તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમાં પત્રકાર એકતા સંગઠનના તાલુકા ઉપપ્રમુખ તરીકે સર્વશ્રી હિતેશભાઈ પટેલ, પ્રકાશકુમાર ભાંભી, મયંકભાઈ જોશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે તાલુકા મહામંત્રી તરીકે સર્વશ્રી અરવિંદભાઈ ઠક્કર, ગોવિંદભાઈ પરમાર, ચંદુભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત તાલુકા મંત્રી તરીકે સર્વશ્રી રાહુલભાઈ ચૌધરી, ચંદ્રશેખરભાઈ ભાવસાર, આકાશભાઈ ઉપાધ્યાય તથા ખજાનચી તરીકે પરવેઝભાઈ મનસુરી અને આઈટી સેલના ઈન્ચાર્જ તરીકે જયકુમાર જાનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.