ખંભાત: ૭ જાન્યુઆરી
ખંભાત તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી તેમજ આયોજન ની બેઠક ધારાસભ્ય મયુરભાઈ રાવલની ઉપસ્થિતિમાં યોજાઈ. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા , તાલુકા વિકાસ અધિકારી,
તાલુકા પંચાયત ઉપપ્રમુખ શર્મિષ્ઠાબેન મુકેશભાઈ પટેલ , કારોબારી ચેરમેન કરુણાબા ફતેહસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત સભ્યો અને સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
વિશેષમાં દીકરી સમાન કરુણાબા નો જન્મદિવસ હોઈ ધારાસભ્ય મયુરભાઈ રાવલે બાપ તરીકે દીર્ઘ નિરામય જીવનના આશિષ સહ ઉતરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી.