Home Trending Special ક્યાં પહોંચ્યું વાવાઝોડું … આ એપમાં જુઓ પળેપળની અપડેટ …

ક્યાં પહોંચ્યું વાવાઝોડું … આ એપમાં જુઓ પળેપળની અપડેટ …

99
0

બિપરજોય વાવાઝોડું સંકટ બની ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતના કાંઠેથી પસાર થઈ શકે છે. જેને લઈને ગુજરાત સરકાર અલર્ટ મોડમાં છે.ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની અપડેટ જુઓ આ એપમાં …

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોયની અસરને ગુજરાત સરકાર અલર્ટ મોડમાં છે. જ્યાં કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગૂ કરાઈ છે. તેમજ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી.

WINDY એપમાં જુઓ વાવાઝોડાની પળેપળની અપડેટ

ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની WINDY.COM એપમાં મૂવમેન્ટ જોવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો. www.windy.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here