Home પાટણ કોંગ્રેસ પક્ષના ડિજિટલ સભ્ય નોંધણી નો પાટણ શહેર ખાતે આરંભ કરવામાં આવ્યો

કોંગ્રેસ પક્ષના ડિજિટલ સભ્ય નોંધણી નો પાટણ શહેર ખાતે આરંભ કરવામાં આવ્યો

102
0
પાટણ : 18 ફેબ્રુઆરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર તેમજ પ્રદેશના પ્રભારી પ્રભુજી શર્માના આદેશ અનુસાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ડિજિટલ સભ્ય નોંધણી પાટણ શહેરના સમગ્ર વિસ્તારમાં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેને અનુસાર આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર 3 ના વિસ્તારના સર્વે સમાજના આગેવાનોને યુવા મિત્રોને તેમજ બહેનોને સભ્ય બનાવવાનો કાર્યક્રમ પાટણના પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનના આશીર્વાદ મેળવીને કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર 3 ના મતદારોનો કોંગ્રેસ પક્ષના સભ્ય બનવા માટે અનેરો આવકાર મળ્યો હતો.

સદર ડિજિટલ ના કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર પાટણના જાગૃતિ ધારાસભ્ય પટેલ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત ભાટીયા , મધુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here