Home પંચમહાલ જીલ્લો કૃપાલુ વિદ્યામંદિર શાળા માં વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

કૃપાલુ વિદ્યામંદિર શાળા માં વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

201
0

પંચમહાલ

કાલોલ : તા -૩/૩/૨૩

કાલોલ તાલુકાના મલાવ ગામે આવેલ કૃપાલુ વિદ્યામંદિર શાળા ખાતે ગુરૂવાર ના રોજ વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીનીઓ /વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો જેવા કે જળવાયું પરિવર્તન, પ્રદુષણ, પાણી,જમીન, વાયુ, પવનચક્કી, શૌર્યમંડળ, સૌરઉર્જા, વિજ્ઞાન, ગણિત વગેરે જેવા અને વિષયો ના પ્રોજેક્ટ બનાવી તેના વિશે માહિતી તેમજ ઉપયોગીતા વિશે જાણકારી આપવામાં આવી હતી.


મલાવ સ્થિત કૃપાલુ વિદ્યામંદિર ખાતે આજે વિજ્ઞાન મેળા માં વિધાર્થી બાળકો નો ઉત્સાહ વધારવા કાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, ભૂતપૂર્વ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, શાળા ના ટ્રસ્ટીઓ તથા મહેમાનો તથા વિવિધ હોદેદારો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here