કાલોલ-હાલોલ હાઈવે સ્થિત મધવાસ ગામ પાસેથી શનિવારે વહેલી સવારે રાજસ્થાનથી હાલોલના એક બુટલેગરને વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવા નિકળેલી એક ક્રેટા ગાડીને સ્ટેટ મોનિટરીંગ સેલના કર્મીઓએ ઝડપી પાડીને ગાડીમાંથી રૂ.2,92,800 ના દારૂના જથ્થા સાથે રૂ.7,97,800 નો મુદ્દામાલ અને એક બુટલેગરને કબ્જે કરી કાલોલ પોલીસને હવાલે કરાયો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલે ગત અઠવાડિયે આ જ રોડ પરથી અલીન્દ્રા ચોકડી પાસેથી XUV માંથી રૂ. 98 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને સ્ટેટ મોનિટરીંગ સેલના કર્મીઓએ એક જ અઠવાડિયામાં પંચમહાલ જિલ્લા હાઈવે પરથી દારુ ઝડપાતાં હાઈવે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કરી દીધા છે.