Home કાલોલ કાલોલ તાલુકાના બોરૂ- બાકરોલ રોડના વાઈડનિંગ અને રિસરફેશિંગની હલકી કામગીરી સામે ગ્રામજનોનો‌...

કાલોલ તાલુકાના બોરૂ- બાકરોલ રોડના વાઈડનિંગ અને રિસરફેશિંગની હલકી કામગીરી સામે ગ્રામજનોનો‌ આક્રોશ

202
0

કાલોલ : 4 જાન્યુઆરી


રોડ બનાવતા કોન્ટ્રાકટર દ્વારા મોડીરાત સુધી કામગીરી કરતા કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા

કાલોલ તાલુકા વિસ્તારમાં ગત વર્ષે માર્ગ અને મકાન વિભાગની યોજના હેઠળના મંજૂર કરેલા વિવિધ‌ ગામો અને વિસ્તારોના રોડના નવીનીકરણ, વાઈડનિંગ અને રિસરફેશિંગની કામગીરી ચાલી રહી છે. જે પૈકી કાલોલ તાલુકાના બોરુથી બાકરોલ બ્રીજ સુધીના રોડ પર એક કરોડથી વધુ કિંમતના એસ્ટીમેટ સાથે પહોળો કરવાની વાઈડનિંગ અને રિસરફેશિંગની કામગીરી દરમ્યાન મંગળવારે સાંજે બોરુ ગામ પાસેના રેલવેના નાળા સ્થિત રોડની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેતા ગામલોકોએ રોડની કામગીરી અને ટાઈમિંગ અંગે સવાલો ઉઠાવી એક તબક્કે રાત્રી દરમ્યાન ચાલતી કામગીરી અટકાવીને જરૂરી સાફસફાઈ વિના ડામરની કાર્પેટની ગુણવત્તા અને થિકનેસ અંગે પણ સવાલો ઉભા કર્યા હતા.

તદ્ઉપરાંત સરકારી તંત્રની રહેમનજર હેઠળ કોઈપણ પ્રકારની દેખરેખ વિના કોન્ટ્રાકટરની મનમરજી મુજબની તકલાદી સામે લાત મારતા જ વેરણછેરણ થઈ જાય એવી ડામરની કાર્પેટની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો ઉઠાવતા જવાબદાર તાંત્રિક ઈજનેર ઘટના સ્થળે દોડી ગયા હતા જેમને ભુલો સુધારીને યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપ્યા પછી બુધવારે રાબેતા મુજબ અને તંત્રની દેખરેખ હેઠળ રોડ બનાવવાની પુનઃ કામગીરી શરૂ કરી હતી.

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here