હળવદમાં રહેતા બ્રાહ્મણ સમાજના કેદારભાઇ કળિયુગના શ્રવણ બની પોતાના પિતાની સેવા કરી છે. છેલ્લા કેટલાક વર્ષથી કેદારભાઇના પિતા બીમાર હતા. જેમની સેવામાં કામધંધો છોડી માત્રને માત્ર પિતાની સેવામા જ ધ્યાન આપી તેમના માટે પિતાની સેવા સિવાય કોઇ બાબત મહત્વની નહોતી. કેદારભાઇ અમદાવાદ કે કોઇ બીજા જીલ્લામાં જતા હોય અને પિતાનો ફોન આવે કે કેદાર ક્યા છો …તો તરત જ ગાડી લઇ અમદાવાદ પહોચી ગયા હોય. દસ કિમી દુર હોય છતાં કામને પડતું મુકીને ગાડી પરત લઇ આવી જતા હતા.
કેદારભાઇ પિતાની બિમારીની સારવાર કરાવતા કરાવતા ડોક્ટર બની ગયા. માત્ર ડિગ્રી જ બાકી રહી છે. પોતાના ઘરે પિતા માટે આખુ મેડિકલ ઉભુ કરી દીધું હતું. ત્યારે કહી શકાય કે કેદારભાઇએ પિતૃ ભક્તિથી કેટલીય વાર યમરાજ પણ પાછા પડ્યા હતા. પણ અંતેતો માનવ દેહ છોડવો પડ્યો છે. ત્યારે પિતાનુ નિધન થતા કેદારભાઇ સહિત સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે. કેદાર રાવલની પિતૃ સેવા વિષે પુસ્તક લખી સતાય વાતો પુરી ન થાય તેવી અનેક સેવાના અનેક દાખલા છે.