Home પંચમહાલ જીલ્લો કરોલી આશ્રમશાળા ખાતે નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો.

કરોલી આશ્રમશાળા ખાતે નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો.

180
0
ગોધરા :  15 માર્ચ

નિયામકશ્રી, આયુષની કચેરી, ગુજરાત રાજ્ય તથા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, પંચમહાલ અને એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયાના રાષ્ટ્રીય સેવા યોજના એકમના સંયુક્ત ઉપક્રમે શ્રી મારુતિસિંહ છત્રસિંહ ઠાકોર આદિવાસી આશ્રમશાળા ખાતે આજ તારીખ 15/03/2022ના રોજ નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. રીટાબેન બામણિયા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાના, અડાદરા, ડૉ. સુનિતાબેન ઠક્કર, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાના, ગોદલી, ડૉ.ભાવિકાબેન તડવી, મેડિકલ ઓફિસર, સરકારી હોમિયોપેથીક દવાખાનું, વેજલપુર અને એસ.આર. પટેલ, કંપાઉન્ડર, સરકારી આયુર્વેદ દવાખાના, શનિયાડાએ સેવા આપી હતી.

કેમ્પ માટે જરૂરી ઔષધો તથા અન્ય સાધન સામગ્રી ની વ્યવસ્થા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાના, કરોલી દ્વારા કરવામાં આવી હતી. કુલ 219 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. એન.એસ.એસ.ના સ્વયં સેવકોએ દર્દીઓને આવકારવાનું, પાણી આપવાનું,કેસ પેપર લખવાનું અને આયુર્વેદિક ઉકાળાના વિતરણનું કામ કર્યું હતું. પ્રોગ્રામ ઓફિસરો ડૉ. રામભાઈ મેઘવાળ અને શ્રીમતિ કવિતાબેન ભુરિયાએ આયોજન અને સ્વાગત કર્યું હતું.


અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here