જુનાગઢ : 17 જાન્યુઆરી
નગીચાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરી વખત ગામલોકો એ યુવા અને શિક્ષિત અને વિકાસને વરેલા સરપંચ મસરીભાઈ પીઠીયા અને તેમની ટીમને બહુમતી સાથે સતાનું સુકાન સોંપતા આજે પહેલી મીટિંગ ચૂંટણી અધિકારી પરમારભાઈ ની હાજરીમાં મળેલ જેમાં આજે ઉપસરપંચ તરીકે લક્ષ્મીબેન કરશનભાઈ બોરખાતરીયા ની બહુમતી સાથે વરણી થતા ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળેલ હતો આ તકે ગ્રામજનો અને આગેવાનો દ્વારા ગામનાં વિકાસમાં સહભાગી બનાવા હજારલોકો દ્વારા બહેધારી આપવામાં આવી હતી.અને સતા સંભાળતા સાથે ગામમાં વિકાસના કામો પુરજોશ ચાલુ કરવામાં આવ્યા છે.જેમાં ગ્રામ પંચાયત બાજુમાં સુવિધાપથ અને ગામ થી ગામને જોડતા ડામર રોળ કામ પણ પુરજોશમાં ચાલુ છે.આ સિવાય નગીચાણા થી ચર ગામ ને જોડતા ડામર રોડ ની માંગ ઘણા સમય થી કરેલ છે જેના માટે ફરી ચૂંટાઈ ને આવેલ સરપંચ દ્વારા ધારાસભ્ય ,સાંસદ સભ્ય થી લઇ દરેક ને રજૂઆત કરી છે અને એ રોડ વહેલી તકે મંજૂર થાય તેના માટે ના અર્થાત્ પ્રયત્નો ચાલુ છે ,નગીચાણા ગામ ને શ્રેષ્ઠ ગામ નો એવોર્ડ આપનારા સરપંચ ફરી સત્તા પર આવ્યા અને ફરી વિકાસ ના કામો ની શરૂવાત કરી.એવા સરપંચ ને ગામ લોકો દ્વારા પણ વધાવવા માં આવ્યા