ગુજરાતીઓમાં દરેક તહેવારને લઇ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. પરંતુ આ રોજીંદી ચીજવસ્તુઓના ભાવ વધતાં તહેવારની એટલી મજા માણી શકતાં નથી. હમણાં હમણાં તેલના ભાવ , ટામેટાંના ભાવ , શાકભાજીના ભાવમાં વધારો તો હતો. તેમાંય હવે માંડ ટામેટાંના ભાવમાં લોકોને રાહત મળી હતી. ત્યાં તો હવે દાળના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
વાત કરીવામાં આવે તો છેલ્લા 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળના ભાવમાં અચાનક કિલોએ 10 થી 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. ત્યારે વેપારીના જણાવ્યા અનુસાર હાલમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં ભાવ વધારો થયો છે. તુવેર દાળમાં કિલોએ 10થી 12 રૂપિયાનો વધારો થયો છે. અડદ દાળમાં કિલોએ 5 થી 10 રૂપિયાનો વધારો છે તો ચણા દાળમાં કિલોએ 4 થી 5 રૂપિયાનો વધારો થયો છે. હાલ થોડા સમય માટે આ ભાવવધારો થયો છે.
રોજીંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ભાવ વધતાં એટલે કે દિવસે ને દિવસે મોંઘવારી વધતાં હવે ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઇ છે, મોંઘવારી બેકાબૂ બની રહી છે. દાળના વધતા ભાવ પાછળ વેપારીઓએ વિવિધ કારણો જણાવ્યા છે. તેમણે કહ્યું કે, ગત વર્ષે તુવેરનું પ્રોડ્કશન ઓછું થયુ હતું. તેમજ આફ્રિકા, બર્મામાં પાક ઓછો થતા દાળની આયાત ઘટી છે. આ ઉપરાંત યુદ્ધની પરિસ્થિતિમાં તમામ દેશોએ દાળનો ઓવરસ્ટોક કર્યો હોય તેવુ પણ કહેવાય છે. તો તહેવારોની સીઝનમાં દાળની માગમાં વધારો થતા ભાવ વધાર થતા તુવેર, અડદ અને ચણાની દાળમાં ભાવમાં વધારો થયો છે તેવુ ચર્ચાય છે.
ગત બે મહિનામાં દાળના ભાવમાં ખાસ કરીને અડદની દાળના ભાવમાં વધારો આવ્યો છે. અડદની દાળ પહેલા 120 રૂપિયે કિલો મળતી હતી, જેનો ભાવ હવે 155 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. તો તે રિટેલમાં 165 રૂપિયા કિલોના ભાવે પણ વેચાઈ રહી છે. તો મગની દાળનો પહેલા ભાવ 110 રૂપિયા કિલો હતો, જે હવે 120 રૂપિયા કિલોમાં વેચાય છે. આ રીતે જ મસૂરની દાળની કિંમત 90 રૂપિયા કિલો હતી, જે 100 રૂપિયા રિટેલમાં વેચાય છે. આ ઉપરાંત સફેદ ચણા 160 રૂપિયે કિલો હતા, જે હવે 170 રૂપિયે કિલો પર વેચાય છે. રાજમાના 115 રૂપિયા હતા, જે હવે 170 રૂપિયે કિલો થઈ ગયા છે.