Home આણંદ આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરી વેચતાં 7 વેપારી પકડાયાં

આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરી વેચતાં 7 વેપારી પકડાયાં

220
0

આણંદ: 2 જાન્યુઆરી


આણંદ જિલ્લા પોલીસ દ્વારા પ્રતિબંધીત દોરી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી તેજ બનાવી છે. જે સંદર્ભે આણંદ, ભાલેજ, પેટલાદ સહિતની પોલીસે 7 વેપારીઓને પકડી તેમની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો.
આણંદ શહેર પોલીસે સામરખા ચોકડી પર એકતા હોટલની બાજુમાં દરોડો પાડી પ્રતિબંધીત દોરીની 240 ફિરકી કિંમત રૂ.48 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને રૂસિલ કનુ પટેલ (રહે.પરબીયા, ગળતેશ્વર), ફૈરાજ કનુ પટેલ (રહે.પરબીયા, ગળતેશ્વર), ઇદ્રીશ ઇશાક શેખ (રહે. બાલાસિનોર) સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.
ભાલેજ પોલીસે મેઘવા ગામમાં દરોડો પાડી પ્રતિબંધીત દોરીની 48 ફિરકી કિંમત રૂ.7200 સાથે ફૈજલ મહેબુબ પઠાણ (રહે. પણસોરા)ને પકડી પાડ્યો હતો.
પેટલાદ પોલીસે ઇસરામા ગામે આશાપુરી રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે ખેતરમાંથી અશોક રમણ ગોહેલને ચાઇનીઝ દોરીની 7 ફિરકી કિંમત રૂ.1050 સાથે પકડી પાડ્યો હતો. આ ઉપરાંત આંકલાવ પોલીસે પણ ઉમેટા – આંકલાવ રોડ પર હઠીપુરા પાસે પ્રતિબંધીત દોરીની 40 ફિરકી કિંમત રૂ. ચાર હજાર સાથે અલ્કેશ સામંતસિંહ જાદવ (રહે. વડોદરા), મિન્હાજ ફિરોઝ વ્હોરા (રહે.તાંદલજા, વડોદરા)ને પકડી બન્ને સામે ગુનો નોંધ્યો હતો.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here