Home Other આણંદમાં કોરોના વિસ્ફોટ નવા 88 ,આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ કોરોનાગ્રસ્ત…

આણંદમાં કોરોના વિસ્ફોટ નવા 88 ,આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ કોરોનાગ્રસ્ત…

106
0

આણંદ: 11 જાન્યુઆરી


આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ રીતે વધી રહયુ છે.લગ્ન સમારંભો ,ડાયરા ,સામાજિક, રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના સંક્રમણ નાગરિકોને સખ્ત રીતે ભરડે લઈ રહ્યો છે. આજે જિલ્લામાં કોરોના સંક્રમણ રોકેટગતિએ વધી રહયુ છે.આજે નવા 88 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 693 થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા શૂન્ય કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસ 687 થયા, આજે 7875 નું રસીકરણ કરાયું…

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી જોતાં કોરોનાનો હાહાકાર નજરે ચઢી રહ્યો છે. આજે પણ નવા 88 કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી 687 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા લગ્ન સમારંભો અને સામાજિક પ્રસંગોમાં નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.

સોજીત્રા ચીફ ઓફિસર વિપુલ પનારા પણ કોરોના ગ્રસ્ત ની યાદીમાં સામેલ થયા છે…

જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ ડાયરો અને જાહેર કાર્યક્રમો અને મીટીંગો યોજી બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે.આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ ,સોજીત્રા ચીફ ઓફિસર વિપુલ પનારા પણ કોરોના ગ્રસ્ત ની યાદીમાં સામેલ થયા છે.

મહત્વનું છે કે આણંદ તાલુકામાં આજે પણ 69 દર્દી નવા નોંધાયા છે . જ્યારે પેટલાદમાં 7 ,આંકલાવમાં 1,ઉમરેઠમાં 1 , ખંભાતમાં 7 અને બોરસદ ,સોજીત્રા તાલુકામાં 1 દર્દીઓ નોંધાયા છે.જ્યારે તારાપુર અને આંકલાવ શૂન્ય કેસ છે.ઓમિક્રોનની માહિતી જોઈએ તો આજે ઓમીક્ર્રોનના નવા 4 કેસ નોંધાયા જયારે 2 સાજા થયા છે. ઓમિક્રોન સંક્રમિત દર્દીઓનો 23 દર્દી સાજા થયેલ છે તેમજ કુલ એક્ટિવ કેસ નો આંકડો 27 સુધી પહોંચ્યો છે.

આજે રસીકરણ અભિયાનની ગતિ ધીમી હતી જે આજે સુધરી જણાઈ રહી છે. આજે રસીકરણનો કુલ આંકડો 7875 સુધી પહોંચ્યો હતો.કોરોના નો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે જ્યારે રસીકરણનો આંક ધીમી ગતિએ નીચે ઉતરી રહ્યો છે.આરોગ્ય વિભાગ આ તરફ વધુ સક્રિય કામગીરી કરે તે જરૂરી બન્યું છે.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 10619 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9882 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.હાલ 25 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે 15 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ 647 સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.આજે 94 દર્દીઓ સાજા થયેલ છે.2 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.


 

Previous articleસરકાર નું ફરમાન:જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા….
Next articleકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here