Home આણંદ આણંદનું ગૌરવ 12 ખેલાડીઓ …. નેશનલ થાઈબોક્સિંગ ચેમ્પિયનશીપ માટે પસંદગી …..

આણંદનું ગૌરવ 12 ખેલાડીઓ …. નેશનલ થાઈબોક્સિંગ ચેમ્પિયનશીપ માટે પસંદગી …..

388
0

14 મી નેશનલ થાઈ-બોક્સિંગ ચેમ્પિયનશીપ 2023 માટે ગુજરાતની કુલ 15 ફાઇટર્સની ટીમમાંથી માત્ર આણંદની પ્રતિભા એકેડેમીના 12 ફાઇટર્સ સિલેક્ટ થયા છે. જેથી ફાઇટર્સ હવે ઓરિસ્સા જવા રવાના થયા છે.

નેશનલ થાઈ-બોક્સિંગ ચેમ્પિયનશીપ 2023 માટે આણંદના કુલ 12 ફાઇટર્સની પસંદગી થઇ છે. જે આણંદ જિલ્લા માટે ગૌરવની વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી કુલ 15 ફાઇટર્સની ટીમમાંથી 12 ફાઇટર્સ તો ફક્ત આણંદના છે. આ તમામ ફાઇટર્સ આણંદની ખ્યાતનામ પ્રતિભા એકડેમીની માર્શલ ખાસ સ્કૂલમા ટ્રેનિંગ લઇ રહ્યા છે..આ ગૌરવની બાબત છે કે સમગ્ર ગુજરાતમાંથી તૈયાર થતી ટીમમાં આણંદના ફાઇટર્સ સૌથી વધુ પ્રમાણમાં હોય છે. ત્યારે પ્રતિભા એકડેમીના ડાયરેક્ટર તથા આણંદ થાઈબોક્સિંગ એસોસિએશનના પ્રમુખ ચેતન ફુમકીયા, કોચ ગુંજેશ માછી, યશ વાળંદ તથા પ્રતિભા એકડેમીના ચીફ એડમિનિસ્ટ્રેટર હરનિશ જોશીએ તમામ ફાઇટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સમગ્ર ગુજરાત ની ટીમના મેનેજર તરીકે યશ વાળંદ તથા કુ. જ્યોતિ મારવાડી ફરજ બજાવશે. ટીમ મેનેજરએ પણ ફાઇટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here