Home આણંદ આણંદની વેટરનરી અને શેઠ એમ.સી. ડેરી સાયન્સ કોલેજના તજજ્ઞો પડતર પ્રશ્નો મુદ્દે...

આણંદની વેટરનરી અને શેઠ એમ.સી. ડેરી સાયન્સ કોલેજના તજજ્ઞો પડતર પ્રશ્નો મુદ્દે છ દિવસથી હડતાલ પર …..

199
0

વેટરનરી કોલેજ અને શેઠ એમ.સી. ડેરી સાયન્સ આણંદના પ્રધ્યાપકો વણ ઉકેલ્યા લાંબા સમયના પડતર સેવાકીય પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે 15 સપ્ટેમ્બર થી અનિશ્ચિત મુદત સુધી હડતાલ પર ઉતર્યા છે જેને લઇ વિદ્યાર્થીઓનો અભ્યાસ અને પશુઓ સારવાર વિના રઝળી પડયા છે. હાલમાં આ કોલેજો તેમજ હોસ્પિટલના તજજ્ઞો પોતાના વણ ઉકેલ્યા લાંબા સમયના પડતર સેવાકીય પ્રશ્નનો નિરાકરણ ન આવવાને કારણે 15 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદત સુધી હડતાલ પર હોઇ હોસ્પિટલમાં પશુરોગ નિદાન અને સારવારની સેવાઓ પણ બંધ થયેલ છે

આ ઉપરાંત ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી ખેડૂત પુત્રો વેટરનરી અને ડેરી સાયન્સ કોલેજમાં અભ્યાસ કાર્ય અર્થે જોડાયેલા છે તેમનું અભ્યાસ કાર્ય તેમજ પરીક્ષાઓ ઠપ થતા તેમના ભવિષ્ય સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે. કોલેજોના શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા પ્રધ્યાપકો ઘણા બધા વણ ઉકેલાયેલા પ્રશ્નો લાંબા સમયથી યુનિવર્સિટીમાં અને સરકારમાં સતત રજૂઆત કરવા છતાં યુનિવર્સિટી કક્ષાએ અને સરકાર તરફથી યોગ્ય નિરાકરણ  ન આવતા. તેમના મુખ્ય પ્રશ્નોમાં મુળ કામધેનું યુનિવર્સિટીના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચનું અમલીકરણ જે રાજ્ય સરકારે 2016 માં ઘોષિત કરેલું છે તે હજી સુધી મળ્યું નથી. વર્ષોથી પ્રાધ્યાપકની જવાબદારી સારી રીતે નિભાવતા અને પશુઓની સારવાર કરતાં શૈક્ષણિક વર્ગના તમામ સ્ટાફના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS)નું અમલીકરણ તેમજ શૈક્ષણિક કર્મચારીઓનું એનપીપીએ સાથે પગાર બાંધણી જે પણ લાંબા સમયથી પડતર છે. સાતમા પગાર પંચ મુજબ મળવાપાત્ર એનપીપી ના અમલીકરણ જેવા ઘણા બધા પ્રશ્નો વણ ઉકેલ્યા હોવાથી દુઃખ સાથે તેઓ હડતાલ ઉપર ઉતરેલ છે. કોલેજોના બધા પ્રધ્યાપકો /ડોકટરો દ્વારા દરેક સરકારના અધિકારીઓ/ સત્તાધીશો/ પશુપાલકો સર્વે નગર જનોને પ્રાર્થના કે અમારા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થાય અને સર્વે પ્રાધ્યાપકો પોતાના ભગીરથ કાર્યમાં લાગી જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here