Home આણંદ આણંદના આદર્શ સંકુલનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યો

આણંદના આદર્શ સંકુલનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યો

150
0

તાજેતરમાં જ જાલંધરની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ એબેક્ષ અને માનસિક અંક ગણિતની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેશભરના યુવાઓએ પોતાની અંદરની યુવા પ્રતિભાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં આણંદ જિલ્લાના નાપા તળપદની આદર્શ સંકુલની આઇડિયલ ઇગ્લીંશ મિડીયમ સ્કૂલના વિદ્યાર્થી રૂસાનઅલી સૈયદે પણ ભાગ લીધો હતો અને પોતાનું ઉત્કૃત્ઠ પ્રદર્શન કરી કઠિન ગણાતી સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યો હતો અને પોતાનું તેમજ શાળા પરિવાર તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે રૂસાનઅલી સૈયદની આ સિદ્ધિને સ્કૂલના ડાયરેકટર ઇકરામ અલી સૈયદે ગૌરવ પૂર્ણ સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here