સૌરાષ્ટ્રની શાન ગણાતા વનના રાજા સિંહની છટા જ એવી હોય છે કે ભલભલા તેને જોઈને પગ નીચેની જમીન ભૂલી જાય છે. પરંતુ, સિંહ ખાનદાની પ્રાણી છે. જ્યાં સુધી તેને છનછેડવામાં ન આવે ત્યાં સુધી તે માનવ પર હુમલો કરતો નથી. તો, આજે હું તમને સિંહ વિશે એવી ખાસ વાતો જણાવીશ જે કદાચ તમે જાણતા નહી હોય. તો ચાલો જાણીએ ગીરના સાવજની અવ-નવી વાતો અને આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી વિશે આ અહેવાલમાં ..
સિંહનું આયુષ્ય 12 થી 14 વર્ષનું હોય છે. સિંહનું વજન 150 થી 200 કિલો હોય છે. જયારે એક સિંહણનું વજન 120 થી 180 કિલો હોય છે. સિંહની લંબાઈ 2.82 થી 2.87 મીટર હોય છે. સિંહની દોડવાની ઝડપ 81 કિમી પ્રતિ કલાક હોય છે. જયારે સિંહની ગર્જનાની જો વાત કરીએ તો, સિંહની ગર્જના 8 કિમી સુધી સંભળાય છે. સિંહની ઉંમર જયારે 3 વર્ષની આસપાસ થાય ત્યારે તેઓ પુખ્ત બની જાય છે. જયારે સિંહ પુખ્ત થઈ એટલે તેને પરિવારમાંથી અલગ થવું પડે છે. જેથી તે પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે. સિંહ તે સમયે પરિવારમાંથી તો અલગ થઇ જાય છે. પરંતુ, મનમાં તે તેના પરિવારને કાયમ જીવતો રાખે છે એટલેકે મનથી તો પરિવારથી અલગ થતો નથી. ત્યારે, તેના પરિવારનો ઘરડો સિંહ તેના પર દૂર જવાનું દબાણ કરે છે. ત્યારે, તે સિંહ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જેથી તે માનસિક રીતે ખૂબ જ પીડાય છે. આ બાદ સિંહ પરિવારથી અલગ થઈ અન્ય વિસ્તારમાં વસે છે. ત્યારે સિંહોમાં આ એક સૌથી મોટો પ્રસંગ હોય છે. ત્યારબાદ સિંહ પોતાના પારિવારિક જૂથમાંથી અલગ થઈને એવા વિસ્તારમાં જાય છે. જ્યાં સિંહ કોઈ ઘરડો અને નબળો સિંહ એવા વિસ્તારમાં જાય છે. આ જ સમયગાળામાં તે કોઈ સિંહના સંપર્કમાં આવે છે. જે બાદ સિંહ પોતાની નવી પેઢીને આગળ વધારે છે.
ત્યારે આજે 10મી ઓગસ્ટ, વિશ્વ સિંહ દિવસ છે. ગુજરાતભરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલ સેટકોટ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે ગાંધીનગરથી સંબોધન કરશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાની હાજરીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે હાજરીમાં સિંહ અંગેના ‘લાયન એન્થમ’ તેમજ “સિંહ સૂચના વેબ એપ”નું લોન્ચિંગ જ્યારે IFS ડૉ. સક્કિરા બેગમ દ્વારા નિર્મિત ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક “The King of the jungle-The Asiatic Lions of Gir” ઉપરાંત “હું ગીરનો સિંહ” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.