આંકલાવ શહેર ભાજપ ના પૂર્વ ઉપ-પ્રમુખનો જુગારધામ ઝડપાયો, શહેર ભાજપ પૂર્વ ઉપ પ્રમુખ જગદીશ ઠાકોર જુગારધામ ચલાવતો હતો, છેલ્લા કેટલાય સમયથી પોલીસની રહેમ રાહે ચાલતો હતો આ જુગારધામ આ પ્રકારનો અક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જો કે આણંદ LCBએ બાતમીના આધારે રેડ પાડી જુગારધામ ઝડપી પાડ્યો, રેડમાં પોલીસે સાત જુગારીઓ અને 76 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રેડ દરમિયાન શહેર ભાજપ પૂર્વ ઉપ-પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અન્ય બે લોકો ફરાર થયા છે.