હા માન્યું કે હિડકી આવવી એ ખુબજ સામાન્ય બાબત છે. આ સાથેજ આપણે ઘણા લોકોને એમના વડીલોને પૂછતા સાંભળ્યા જ હશે કે હેડકી કેમ આવે છે એની પાછળનું કારણ શું ? ત્યારે જવાબ મળે છે કે તને કોઈ યાદ કરતુ હશે એટલે જ કદાચ હિડકી આવે છે. ત્યારે બાળકોનું ચંચળ મન એને હસતા હસતા સ્વીકારી લે છે અને બીજા ને પણ એવુજ કહેતા હોય છે. ત્યારે એ નિખાલસતા જોઈને ચહેરા પર સ્મિત આવે છે પણ ખાલી એટલું કહેવાથી હિડકી બંધ થઇ જતી નથી એટલે ફરી સવાલ થાય કે બંધ કેમ નથી થતી અને શું કરવાથી બંધ થાય? આ પાછળ લોકોની અલગ અલગ માન્યતા હોય છે કે સાત ગુન્ટ પાણી પીવાથી દુર થશે અને બીજા કેટલાય જુદા જુદા નુસ્ખાઓ લોકો અજ્માંવતા હોય છે.પરંતુ એનો ઉપાય એ નથી હકીકતે હિડકી આવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જયારે જયારે આપણે શ્વાસ લઈએ છીએ,ત્યારે ફેફસામાં હવા ભરાય છે. જેના કારણે, છાતી અને પેટની વચ્ચેનો ભાગ વાઈબ્રેટ થાય છે અને તે સંકોચાય છે. હા ક્યારેક આ ધ્રુજારી શ્વાસના પ્રવાહને તોડી નાખે છે અને હેડકી આવે છે. આ ઉપરાંત નિષ્ણાંતો એ પણ કહે છે કે મસાલેદાર તેમજ તીખું ખાવાથી પણ હિડકી આવતી હોય છે. આ સાથે જ ખોરાકને ચાવ્યા વિના ખાવાથી પણ હિડકી આવે છે.
આમ જોવા જઈએ તો હિડકીને રોકવાના કેટલાક ઉપાયો પણ છે.જેમકે શ્વાસને થોડો સમય રોકી શકો છો. શ્વાસને થોડીક સેંકડો માટે પકડી રાખવાથી તમારા શરીરમાં કાર્બન ડાયોકસાઈડ અસરકારક જળવાઈ રહેશે. આ રીતે પણ હિડકી રોકી શકાય છે.આ ઉપરાંત જો કોઈ તકલીફ વધે કે પછી લાંબા સમય સુધી બંધ ન થાય તો ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.