Home Trending Special અમદાવાદ ધ્વનિ પ્રદૂષણમાં અવ્વલ !!!!…મોટા શહેરોને પણ પાછળ છોડ્યું ….

અમદાવાદ ધ્વનિ પ્રદૂષણમાં અવ્વલ !!!!…મોટા શહેરોને પણ પાછળ છોડ્યું ….

109
0

દેશમાં અનેક પ્રકારના પ્રદૂષણથી વ્યક્તિ કંટાળી ગયો છે. અને લોકોને તેનીથી ઘણી બધી પરેશાની ભોગવવી પડે છે. ત્યારે વાત કરીએ અમદાવાદ શહેરમાં ધ્વનિ પ્રદૂષણની તો ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદના પોશ વિસ્તારો, જેમ કે નારણપુરા, નવરંગપુરા, પકવાન ચાર રસ્તા, અખબારનગરમાં રહેતા લોકોના સ્વાસ્થય પર જોખમ મંડરાઇ રહ્યું છે. કેમ કે આ વિસ્તારોમાં સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ નોંધાયું છે. આ તમામ વિસ્તારોમાં 85 ડેસિબલ ધ્વનિનું પ્રમાણ નોંધાયું છે, એટલે કે 80 ડેસિબલથી પ્રમાણ વધુ જાય એટલે માણસ માટે જોખમી બને છે. આ વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણને દિલ્હીની સાથે સરખાવવામાં આવ્યું છે. જેનાં કરતાં વધારે છે.

અમદાવાદમાં સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ સાત જગ્યાએ નોંધાયું છે. સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ નારણપુરા અને નવરંગપુરામાં 85 ડેસિબલ છે. ત્યારબાદ અખબારનગર, નરોડા પાટિયા, ઘોડાસર ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, કાલુપુર કોરિડોર પર ધ્વનિ પ્રદૂષણ 80 ડેસિબલ છે. જોકે પકવાન ઓવરબ્રિજ પર ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે 200 મીટર સુધી નોઈસ બેરિયર લગાડવામા આવ્યાં છે. તેમ છતાં સ્થિતિ ચિંતાજનક જેવી જ છે, નોઈસ બેરિયરની કોઈ ખાસ અસર દેખાતી નથી.

સર્વેમાં સામે આવ્યું છે કે અમુક સાયલન્ટ ઝોન જેવા વિસ્તારોની આસપાસ એટલે કે 400-500 મીટર જેટલા નજીકના વિસ્તારોમાં પણ અવાજનું પ્રમાણ 75થી 80 ડેસિબલ જોવા મળ્યું છે. સાયન્સમાં એવું કહેવાય છે કે જો માણસ 80 ડેસિબલ અવાજમાં સતત રહેતો હોય તો તેને બહેરાશ, ચીડિયાપણું, તેના શરીરમાં કેમિકલ રિએક્શન એટલે કે એન્ઝાઈમ્સ પણ ચેન્જ થવા લાગે છે, તેનું માનસિક સંતુલન પણ ન જણવાય. એને કારણે તેના વ્યક્તિગત જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

ધ્વનિ પ્રદૂષણને કારણે માનવ જીવન પર ખરાબ અસર થાય છે. તબીબોના મત અનુસાર અમદાવાદ શહેરના ધ્વનિ પ્રદૂષણને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ધ્વનિ પ્રદૂષણ કઈ રીતે થાય છે અને એનું ઉદભવ સ્થાન અને એને કારણે થતી અસરનો સર્વે કરવામાં આવ્યો છે. એમાં અમદાવાદના અલગ અલગ પિક અવર્સના ચાર રસ્તાઓ પર, જ્યાં સૌથી વધારે ટ્રાફિકજામ થાય છે એવી જગ્યાએ સવારે 9.30થી 11 વાગ્યા સુધી અને સાંજના સમયે 6થી 8ની વચ્ચે, જ્યાં સાધનોની આવક વધારે હોય ત્યાં અવાજનું પ્રદૂષણ વધારે થતું હોય, એ દરમિયાન વિદ્યાર્થીઓએ નોઈસ લેવલ મીટર નામના સાધનથી જે અવાજની ક્ષમતા ડેસિબલમાં માપે છે એ મશીન દ્વારા દર 5 મિનિટનું રીડિંગ લઈને એના સર્વેમાં જાણવા મળ્યું કે સૌથી વધારે નવરંગપુરા અને નારણપુરા ચાર રસ્તા પર ઘોંઘાટ વધારે જોવા મળ્યો છે. સૌથી ઓછું શાહીબાગ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ જોવા મળ્યું છે. આની પાછળના કારણો એ છે કે શહેરમાં દિવસે ને દિવસે વ્હીકલનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે. ઘોંઘાટને કારણે લોકોનાં જીવન પર ઘણી અસર કરે છે.

અન્ય મોટા શહેરોમાં ધ્વનિ પ્રદૂષણની સરખામણીએ અમદાવાદના ધ્વનિ પ્રદૂષણથી કરવામાં આવો તો ખરેખર સ્થિતિ ચિંતાજનક કહેવાય, કારણ કે યુનાઈટેડ નેશન દ્વારા જારી કરાયેલાં ધારાધોરણોમાં પણ એવું જણાવાયું છે કે 70 ડેસિબલથી વધારે ધ્વનિ પ્રદૂષણમાં રહેનારા માણસો સતત તાણ અનુભવતા હોય અને સ્લિપિંગ ડિસઓર્ડરની પણ સમસ્યા ઊભી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here