Home અમદાવાદ અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં લાખોની ચોરી…. ઘટના CCTV માં થઇ કેદ ….

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં લાખોની ચોરી…. ઘટના CCTV માં થઇ કેદ ….

133
0

અમદાવાદના પાંજરાપોળ પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં હોલસેલના મોબાઇલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું અને ઓફિસમાંથી આઇફોનની ચોરી. વિસ્તારના થર્ડ આઈ વિઝન કોમ્પલેક્ષમાં આવેલ હોલસેલના મોબાઈલના વેપારીની ઓફિસમાંથી 119 જેટલા આઈફોન ચોરી થયા. 4 જૂનના રોજ રાત્રીના સમયે ચોર ટોપી-માસ્ક પહેરી ઓફિસનું લોક તોડીને પ્રવેશ કર્યો. જ્યાં 119 જેટલા આઈફોન જેની કિંમત 77 લાખના આઈફોન ચોરી કરી હતી.

CCTV તપાસ કરતા 57 મિનિટમાં ઓફિસમાં ચોર એક વખત પ્રવેશ કર્યો. બાદમાં બહાર નીકળી અને બાદમાં 10 મિનિટ રહી ફરી આવ્યો અને ઓફિસમાં રહેલા 119 જેટલા આઈફોન ચોરી કરી ભાગી ગયો.ત્યારે સમગ્ર ઘટના CCTV માં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ કરતા બાઇક લઇને એક ઇસમ આવ્યો. જે કોમ્પ્લેક્ષ નીચે ઉભો હતો અને અન્ય એક આરોપી ટોપી માસ્ક પહેરી ઓફિસમાં ચોરી કરવા આવ્યો હતો. હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસે વેપારીની ફરિયાદ લઈને CCTV આધારે આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here