Home અમદાવાદ અમદાવાદના દંપતીને જાપાન પહોંચાડવાનું કહી ઈન્ડોનેશિયામાં પાસપોર્ટ લઈ બંધક બનાવ્યા.એજન્ટે પરિવાર પાસે...

અમદાવાદના દંપતીને જાપાન પહોંચાડવાનું કહી ઈન્ડોનેશિયામાં પાસપોર્ટ લઈ બંધક બનાવ્યા.એજન્ટે પરિવાર પાસે પૈસાની કરી માગણી

123
0

વિદેશ જવાની ઘેલછાને લઈ અનેક વખત  છેતરપિંડીની ઘટના સામે આવે છે. વિદેશ જવા માગતા લોકોનો ફાયદો લેભાગુ એજન્ટો ઉઠાવી તેમની પાસેથી વારંવાર પૈસા પડાવે છે. ત્યારે હાલમાં જ અમદાવાદના દંપતિની ઈરાનમાં બનેલી ઘટના હજુ તાજી છે ત્યારે અમદાવાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દંપતીને જાપાન લઈ જવાનું કહી ઈન્ડોનેશિયામાં હોલ્ડ કરાવી પાસપોર્ટ પડાવી બંધક બનાવવાની ઘટના સામે આવી છે. એજન્ટ રાજેન્દ્રસિંહ ચાવડાએ મોટી કમાણીની લાલચ આપીને જાપાનના વિઝા અપાવવાની વાત કહી 25 લાખ રૂપિયામાં જાપાન પહોંચાડવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ ઈન્ડોનેશિયા લઈ જઈને તેમને પાસપોર્ટ લઈ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ એજન્ટ પૈસા પડાવવા વારંવાર પરિવારવને ધમકી આપતો હોવાનો આરોપ લગાવ્યો છે.

ઇન્ડોનેશિયામાં હોલ્ડ કરાવી એજન્ટ આપતો ધમકી

ઈન્ડોનેશિયામાં એજન્ટે પહેલા એક ભારતીય પરિવારના ઘરમાં રાખ્યા હતા. 25 દિવસ સુધી તો તેમના ઘરમાં કોઈ વાંધો ન આવ્યો. પરંતુ 25 દિવસ બાદ ઘર માલિક દંપતી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. એજન્ટે અમદાવાદના દંપતીને ઈન્ડોનેશિયાની કરંસી આપી ન હતી. જેથી તેઓ બહાર પણ જઈ શકતા ન હતા. અંતે દંપતિ હિમ્મત કરીને હોટલમાં ચાલ્યુ ગયુ. જ્યાં અમદાવાદના યુવકે ઈન્ડોનેશિયાના એજન્ટ જે.ડી જોડે વાત કરી હતી. પરંતુ તેમને પાસપોર્ટ પરત મળ્યો ન હતો.

ત્યારે દંપતિએ ભારતીય એમ્બેશીનો સંપર્ક કરતા તેમણે દંપતિને વાઈટ પાસપોર્ટ બનાવી આપ્યો છે.જેથી અંતે દંપતીની ભારત પરત આવવાની આશા જીવંત બની છે. છેલ્લા એક મહિનાથી અમદાવાદના દંપતી સાથે એજન્ટ આજકાલ કરીને પૈસા પડાવતો હતો. પરંતુ તેમને જાપાન મોકલતો ન હતો. તેમજ ઈન્ડોનેશિયામાં હોલ્ડ કરાવીને પરિવાર પાસેથી વારંવાર પૈસાની માગણી કરતો હતો.

અમેરીકા જવાની લાલચે અમદાવાદના દંપતીને ઈરાનમાં ટોર્ચર કરવાની ઘટના તાજી છે ત્યાં ફરી બીજી ઘટના સામે આવતા ચકચાર મચી છે. ત્યારે પરિવારે સરકાર પાસે મદદ માગી છે. ગુજરાતી લોકો સાથે વારંવાર બનતી આવી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here