Home સુરેન્દ્રનગર અતૂટ દોસ્તી નું ઉત્તમ ઉદાહરણ:આવો….આવો…..ની બુમ પાડતાની સાથે…….

અતૂટ દોસ્તી નું ઉત્તમ ઉદાહરણ:આવો….આવો…..ની બુમ પાડતાની સાથે…….

174
0
સુરેન્દ્રનગર : ૧7 જાન્યુઆરી

– પાટડીના યુવાનની તળાવ કિનારે 50થી વધુ બગલાઓ સાથેની 8-10 વર્ષથી અતૂટ દોસ્તી

આજના હળાહળ કળયુગમાં માણસ માણસનો લોહિનો તરસ્યો બન્યો છે! હાલ સમાજમાં નાની-નાની વાતોમાં મોટા ઝઘડાઓ અને મર્ડર સુધીના ગુન્હાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે! ત્યારે આ વાત પાટડીના યુવાન અને અબોલ બગલાઓની અતૂટ દોસ્તીની છે. પાટડી ખોડીયાર માતાના મંદિર પાસેના ગામ તળાવમાં મેલડી માતાના મંદિરની મુલાકાત લો તો તમને આ તળાવ કિનારે શૈલેષ પાટડીયા નામનો સેવાભાવી યુવાન બગલાઓને દાણા ખવડાવતો નજરે પડે…

 

પાટડીનો શૈલેષ પાટડીયા નામનો આ સેવાભાવી યુવાન રોજ સવારે તળાવ કિનારે બેસીને આવો…આવો….નો સાદ પાડે કે તરત જ તળાવ કિનારે બાવળના ઝૂંડમાંથી એક પછી એક એમ 50થી વધુ બગલાઓનું એક આખુ ઝુંડ રોટલી સહિતનો ખોરાક ખાવા આ યુવાનની નજીક આવે છે. ત્યાર બાદ પાટડીનો શૈલેષ પાટડીયા આ બગલાઓને પ્રેમથી રોટલીના ટૂકડા કરી જમાડે છે.

 

અને આ સિલસિલો એક-બે દિવસ કે બે-ચાર મહિનાઓથી નહીં પણ પાછલા આઠ-દશ વર્ષથી એની આ સેવાકીય કામગીરી નિયમિત જોવા મળે છે. ગમે તેવી ટાઢ, તડકો કે વરસાદ હોય તો પણ આ યુવાન પોતાની આ દિનચર્યા ફરજ સમજીને ક્યારેય ચુકતો નથી. અને આ સેવાકાર્યમાં ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સહિત ગામ લોકોનો સારો સાથ સહકાર મળી રહે છે. ખરેખર, આ યુવાન દ્વારા આવો….આવો…..ની બુમ પાડતાની સાથે બગલાના ઝુંડને તળાવમાંથી આવતાનું દ્રશ્ય ખરેખર દિલને ઠંડક પહોંચાડે છે.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here