Home રાજ્ય અંબાલાલ પટેલે કરી આગાહી …… ઓગસ્ટમાં પડશે ચોથા રાઉન્ડનો અતિભારે વરસાદ ….

અંબાલાલ પટેલે કરી આગાહી …… ઓગસ્ટમાં પડશે ચોથા રાઉન્ડનો અતિભારે વરસાદ ….

171
0

હાલ તો વરસાદે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં ભાગ્યે જ વરસાદ નોંધાયો છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં તો કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ દરિયાકિનારે ભારે પવનની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચવા આપવામાં આવી છે.

વરસાદની સિઝન સપ્ટેમ્બર મહિના સુધી રહેશે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની સંભાવના નહિવત છે તો કેટલીક જગ્યાએ છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે વરસાદને લઇ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આ મહિનામાં ચોથા રાઉન્ડનો ભારે વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે બંગાળના દરિયામાંથી વેલમાર્ક લો પ્રેસરે ઓગસ્ટમાં સિસ્ટમને ભાંગી નાખી છે. ઉપરાંત પૂર્વના દેશોમાં એક ચક્રવાતે બંગાળના ઉપસાગરનો બધો જ વરસાદ ખેંચી લીધો છે. જેના કારણે વાતાવરણમાં ભેજ ઓછો છે. જેને લઇ આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here