અંબાજી : 30 માર્ચ
સરસ્વતી નગરી અંબાજી કોટેશ્વર નદી કિનારે આવેલું છે.શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ ધામ મારબલ અને મંદિરને લીધે જગ વિખ્યાત છે ત્યારે શક્તિપીઠ અંબાજીના જીએમડીસી મેદાન પાસે સાપ્તી (સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનીંગ અને ઇન્સ્ટિટ્યૂટ) ગુજરાત સરકારના ઉઘોગ અને ખાણ વિભાગ હસ્તક ટ્રેનિંગ સેન્ટર 2010 મા શરૂ કરવામાં આવ્યું હતું. હવે ફરીથી આ અંબાજી સેન્ટર ખાતે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો આગામી એપ્રીલ માસથી તાલીમ કોર્ષ મા જોડાઈ શકે તે માટે આજે બપોરે સાપ્તી ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામા આવી હતી જેમાં પત્રકાર અલ્કેશ ગઢવી સહિતવિવિધપત્રકારોહાજરરહ્યાહતા સંસ્થા તરફથી પત્રકારોને માહિતી આપવામા આવી હતી.
એપ્રીલ માસથી અહી માધ્યમિક સર્ટીફીકેટ કોર્સ, એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ અને ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે. ઇન્સ્ટિટયૂટને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે વિવિધ જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે તાલીમાર્થીઓને રહેવા માટે હોસ્ટેલ, ફેકલ્ટી,ક્વાર્ટર ,કેન્ટીન, ક્લાસરૂમ, પ્રેક્ટિકલ, ટ્રેનિંગ રૂમ અને રમતનું મેદાન જેવી માળખાકીય સગવડો ઊભી કરીને ઇમારતોનું જરૂરી નવીનીકરણ કરવામાં આવેલ છે. તાલીમાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો જેમકે કમ્યુનિકેશન સ્કીલ અંગ્રેજી કોમ્પ્યુટર વગેરે શીખવડાવવામાં આવશે. કોમ્પ્યુટર માં ડિઝાઇન બનાવવા માટે ઉપયોગી કોરલ ડ્રો અને ઓટોકેડ જેવા સોફ્ટવેરનું પણ પ્રાયોગીક જ્ઞાન આપવામાં આવશે.
કોર્સ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અને સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. જે ઉમેદવારોને શિલ્પ ઉદ્યોગમા નોકરી મેળવવા માટે ઉપયોગી થશે. સાપ્તી ખાતેની તાલીમમાં જોડાવવા માટે કોઈપણ નોંધણી ફી નથી અને સંપૂર્ણ નિશુલ્ક કાર્યક્રમ છે. અહી તાલીમાર્થીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા તાલીમ માટે જરૂરી સંપૂર્ણ સુરક્ષા કીટ,સ્ટેશનરીશૈક્ષણિક કીટ, ઔધોગિક મુલાકાતો અને અન્ય શૈક્ષણિક પ્રવાસ માટે બસની વ્યવસ્થા સહિતની વિવિધ માળખાકીય સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સ મા જણાવવામાં આવ્યુ હતુ કે વધુ વિગતો માટે વેબસાઈટ https://sapti.gujarat.gov.in ની મુલાકાત કરવી.