Home અંબાજી અંબાજી માં જાહેર માર્ગો – બજારો માં રખડતા ઢોરો નો ત્રાસ……

અંબાજી માં જાહેર માર્ગો – બજારો માં રખડતા ઢોરો નો ત્રાસ……

142
0
અંબાજી :  26 માર્ચ

ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોર બાબતે કરતા આંખ આડા કાન……

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં વર્ષે દહાડે હાજરો – લાખો ની સંખ્યા માં ભક્તો ,પ્રવાસીઓ અંબાજી ની મુલાકાતે આવતા હોય છે ત્યારે વાહન લઈ ને કે ચાલતા આવતા યાત્રિકો ને જાહેર માર્ગો પર રખડતા ઢોરો ને લીધે અગવડતા અને અકસ્માત નો સામનો કરવો પડતો હોય છે જે બાબત યાત્રાધામ ની છબી ને ખરડવાનું કામ કરે છે .

અંબાજી ગામ ના જાહેર માર્ગો ,બજાર અને અંબાજી મંદિર તરફ ના દર્શન પથ , તેમજ બસ સ્ટેન્ડ થી જૂના નાકા સર્કલ , દાંતા રોડ જેવા જાહેર રસ્તાઓ પર બિનવારસી ઢોરો કાયમ રખડતા અથવા બેસી રહેતા જોવા મળે છે જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓ ને તકલીફ પડતી હોય છે, તેમજ ઘણી વખત અણધાર્યા અકસ્માતો પણ બનતા હોય છે તેમાં છતાં આ સમસ્યા બાબતે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા કોઈ નિકાલ કરવામાં આવતો નથી, એક તરફ જ્યાં અંબાજી ના વિકાસ માટે સરકાર દ્વારા મોટા પાયે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જાહેર હિત ની સમસ્યાઓ બાબતે સ્થાનિક પંચાયત ના સભ્યો દ્વાર જ આંખ આડા કાન કરાતા સમસ્યા નું નિવારણ કોણ કરશે તે પ્રશ્ન ઊભો થાય છે .

ગુજરાત ના મોટા શહેરો માં રસ્તે રખડતા ઢોરો માટે ઢોર માલિક ને દંડ ના નિયમ ની જોગવાઈ છે તેમ અંબાજી માં પણ રખડતા ઢોર અને બિનવારસી ઢોર ને ઘાસ, ચારા,પાણી ની વ્યવસ્થા કરી એક સ્થળે રાખવામાં આવે તો આ સમસ્યા નો કાયમી ઉકેલ આવી શકે , આ માટે પંચાયત ના બની બેઠેલા સભ્યો અને હોદ્દેદારો એ આગળ આવી ને આ સમસ્યા બાબતે યોગ્ય પગલાં લઈ તાત્કાલિક કાર્યવાહી કરે અને આ સમસ્યા દૂર કરે તેવી ગ્રામજનો ની માંગ ઉઠી છે.


અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here