Home અંબાજી અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ હાટ બનાવવા માટે બનાવેલ દુકાનો પર તાલુકા...

અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ હાટ બનાવવા માટે બનાવેલ દુકાનો પર તાલુકા પંચાયત દ્વારા કબ્જો કરવામાં આવ્યો….

68
0
અંબાજી : ૧૧ જાન્યુઆરી

અંબાજી ગ્રામ પંચાયત દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી ગ્રાન્ટ માંથી અંબાજી ખાતે ગ્રામ હાટ બનાવવા માટે ગ્રામ પંચાયત હસ્તક ની પંચાયત સામે ની જગ્યા માં દુકાનો બનાવવામાં આવેલ હતી .જેમાં અંબાજી ગ્રામ પંચાયત નો કબ્જો હતો.પરંતુ આજ રોજ બપોર નાં સુમારે તાલુકા પંચાયત નાં ટીડીયો દ્વારા દુકાનો નાં તાળા તોડી ને પોતાના તાળા લગાવી દીધા હતા જે બાબતે અંબાજી ગ્રામ પંચાયતની પેનલ બોડીનાં સભ્યો અને સરપંચ, ઉપસરપંચ અને અન્ય સભ્યો દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલીફોનીક વાત ચીત દરમિયાન ટી. ડી. ઓ દ્વારા સ્પષ્ટ પણે ગ્રામ હાટ માટે દુકાનોનો કબ્જો અંબાજી ગ્રામ પંચાયત ને પુનઃ સોપવાની ના પડી દેવામાં આવી હતી.જે બાબતે અંબાજી ગ્રામ પંચાયતના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.

ગ્રામ પંચાયત હસ્તકની જગ્યા માં બનવેલ દુકાનો પર તાલુકા પંચાયત ધ્વારા કબજો કરાતા ઉચ્કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા ના કારણે હજી સમગ્ર બનાવનો નિકાલ આવ્યો નથી, તેમજ ગ્રામ પંચાયત ધ્વારા બનાવવામાં આવેલ દુકાનો ની આકારણી પણ ગ્રામ વિકાસ એજન્સીના નામે નોધાયેલ છે. અને ગ્રામ હાટને અંબાજી ગ્રામ પંચાયત હસ્તક કરવાની માંગ સાથે બનેલ દુકાનોમાંથી, ૩-૪ દુકાનો ગ્રામ પંચાયત ને મળે તે માટે રજૂઆત કરેલ હોવા છતાં હજુ તેનો નિકાલ આવ્યો નથી ત્યારે તાલુકા પંચાયત ની ટીમ દ્વારા પોતાના તાળા લગાડી કબ્જો તાલુકા પંચાયત હસ્તક લેતા અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આગળ ની કાર્યવાહી બાબતે ની સુનવણી પર આધારીત છે.


અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી
Previous articleશહેરમાં માસ્ક અવેરનેસ ડ્રાઈવ :પોલીસ વિભાગે માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકાર્યો…
Next articleવલ્લભ વિદ્યાનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે ” ઈ શ્રમ ” કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here