Home અંબાજી અંબાજી ખાતે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ના ઉત્તરપ્રદેશ ના રાજ્યપાલ...

અંબાજી ખાતે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ના ઉત્તરપ્રદેશ ના રાજ્યપાલ શ્રી આનંદી બેન પટેલ અંબાજી ની મુલાકાતે…..

149
0
અંબાજી :  10 એપ્રિલ

– મંદિર ના ગર્ભગૃહ માં દર્શન ,પૂજા કરી માતાજી ની ગાદી એ પહોંચી ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા…..

ગુજરાત ના પૂર્વમુખ્યમંત્રી અને હાલ ના ઉત્તરપ્રદેશ ના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ, પુત્રી અનાર બેન સહિત તેમના કાફલા સાથે આજ રોજ ચૈત્રી નોરતા ના નવમી ના દિવસે માં અંબા ના ચરણે શીશ ઝૂકાવવા અંબાજી ખાતે આવી પહોંચ્યા હતાં.જેમાં અંબાજી મંદિર સ્ટાફ,અધિકારીઓ દ્વારા રાજ્યપાલ શ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અંબાજી ખાતે આવી માતાજી ના નિજ મંદિરે ગર્ભ ગૃહ માં માતાજી ના દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા ત્યાર બાદ માતાજી ની ગાદી એ જઇ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી અને કુશળ મંગળ ના આશીર્વાદ
લીધા હતા.


અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here