Home ક્ચ્છ અંજાર સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન દ્વારા શાંતિપૂર્વક વાહન રોકો આંદોલન

અંજાર સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન દ્વારા શાંતિપૂર્વક વાહન રોકો આંદોલન

137
0
કચ્છ : 10 ફેબ્રુઆરી

અંજાર તાલુકામાં મંદિરોમાં વધતી જતી સતત ચોરીઓને રોકવા માટે હિંદુ ધાર્મિક સંગઠનો દ્વારા પ્રશાસનને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ન થતા આજે અંજાર સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન દ્વારા શાંતિપૂર્વક વાહન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

આ આંદોલનમાં પૂર્વ કચ્છ ઉપાધ્યક્ષ પરેશભાઈ, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ રાણા ભાઈ આહીર ઉપપ્રમુખ ભગવાનભાઈ રબારી મંત્રી ગૌતમભાઈ ડાંગર જીતુભાઈ પટેલ એડવોકેટ હેતલભાઈ સોનપાર અંજાર શહેર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ ચેતનભાઇ ઝાલા,ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,કિશોરભાઈ સોરઠીયા મંત્રી નટવરસિંહ રાણા અર્જુન સિંહ રાણા ગૌરક્ષક દળ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા ઉપપ્રમુખ લકી રાજ સિંહ ઝાલા મંત્રી કાંતિભાઈ દેવનાણી આરએસએસના રતનાલ ભગુભાઈ આહીર તેમજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હીન્દુ યુવા સંગઠન ના કાર્યકરો દ્વારા રસ્તા રોકો આંદોલન ની શરૂઆત સાથે જ પોલીસ દ્વારા કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

અહેવાલ: કાંતિભાઈ પટેલ, કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here