અનિલભાઈ શાહથી સોજીત્રા અને આસપાસ ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. “સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” એ સુત્રને તેઓએ સ્વબળ અને પુરુષાર્થના માધ્યમથી ચરિતાર્થ કરેલ છે. તેઓએ સ્વપુરુષાર્થથી ઘણી મહેનત કરીને ક્રમશઃ સફળતાના અનેક સોપાનો સર કરેલ છે. નાની શરૂઆતથી કારકિર્દીનો પ્રારંભ કરી પોતાના ઉદ્યમ સાથે પુરુષાર્થનો સમન્વય કરીને તેઓ ધીમે ધીમે પરંતુ મક્કમપણે આગળ વધ્યા છે.
સમયાંતરે પુરુષાર્થના ઉત્તમ ફળો મળ્યા. આત્મબળ સાથે નાના પાયા ઉપર વર્લ્ડ મની એક્સચેન્જની શરૂઆત કરી. જોતજોતામાં વર્લ્ડ મની એક્સચેન્જ નામનું તેઓનું પ્રતિષ્ઠાન નાનું વૃક્ષ હતું તે એક ઘેઘુર વડલો બની ગયો. સુંદર મહેનત અને પ્રગતિશીલ વિચારસરણી એ શિકાગો અને ઇલીનોઈસ સ્ટેટમાં તેઓની વ્યવસાયિક ખ્યાતિ પ્રસરી ગઈ અને ખુબજ ટુંકા ગાળામાં સમગ્ર યુએસએમાં તેઓની અદભુત ઓળખ બની ગઈ.
વર્લ્ડ મની એક્સચેન્જના નામે તેઓની ખ્યાતિ વૈશ્વિક બની. તેઓના વ્યવસાયિક પરિણામો અને દક્ષતાની ભારત જેવા દેશોમાં પણ કદર કરવામાં આવી. 1990ના દાયકામાં તત્કાલીન ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેઓને નવીદિલ્હી મુકામે હિંદરત્નનો બહુમુલ્ય એવોર્ડ અને પ્રશસ્તિ થઈ. અનિલભાઈ માટે એવોર્ડ મેળવવા એ તેમના પુરુષાર્થ સાથે વણાયેલા છે.
તેઓની વ્યવસાયિક કામગીરી અનરાધાર પ્રગતિજનક રહેલ છે. તેઓના આ સુંદર વ્યવસાયિક પરિણામોના કારણે તેઓ અનેકાનેક સન્માનો પામ્યા છે.
ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેઓના પુરોગામી વડાપ્રધાન અને અન્ય મિનિસ્ટરો એ પણ તેમની આ સિધ્ધિઓને બિરદાવેલ છે. આવી વૈશ્વિક સિદ્ધિઓ તેઓએ પ્રાપ્ત કરેલ હોવાછતાં તેઓ બિલકુલ સરળ અને ડાઉન ટુ અર્થ રહીને તેઓના પિતાની અને પરિવારની ખાનદાનીને ચાર ચાંદ લગાવેલ છે. તેઓ 1970ના દાયકા બાદ અમેરિકામાં બહેતર કારકિર્દી માટે આવેલ હતા. ઘણા વર્ષોથી તેઓ યુએસએમાં સ્થિત રહીને વ્યસ્ત રહેવા છતાં તેઓ વતનપ્રેમી હોઈ હંમેશા સોજીત્રા નગરની ગતિવિધિઓ બાબતે સતત જાગૃત રહે છે. તાજેતર માં અનિલભાઈ એ પોતાના જન્મદિવસ નિમિતે સોજીત્રા નગર ની તમામ સ્કૂલો ના 900 થી વધારે બાળકો ને પ્રીતિ ભોજન આપી અલગ ચીલો ચાતર્યો છે.
તેઓની સુદીર્ઘ વ્યવસાયિક સિદ્ધિઓ માટે શુભકામનાઓ. પરમાત્મા તેઓને સપરિવાર સ્વસ્થ અને નિરામય દીર્ઘાયુ બક્ષે તે માટે પ્રાર્થના.