Home ક્રાઈમ સુડામડા ગામે ખનીજ ચોરી સામે તંત્ર ની લાલ આંખ: કરોડોનો મુદામાલ જપ્ત..

સુડામડા ગામે ખનીજ ચોરી સામે તંત્ર ની લાલ આંખ: કરોડોનો મુદામાલ જપ્ત..

135
0
સુરેન્દ્રનગર: 7 જાન્યુઆરી

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા, ચોટીલા, થાન, મૂળી, પંથકમાં કુદરતી ખનીજ ભંડાર વિપુલ માત્રામાં મળી આવતા હોય છે, તેવામાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે કુદરતી ભંડાર ની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ અવારનવાર આ પંથક માં  ઉથતી રહેતી હોય છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગ અને સાયલા પોલીસ તેમજ લીમડી ડીવાયએસપી દ્વારા સાયલા તાલુકાના સુદામડા ગામે પથ્થરની ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી થતી હતી તેના ઉપર તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી, ૧ જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવેલી આ રેડ ની કામગીરી માં તે સમયે ખાણ ખનીજ વિભાગ દ્વારા ડમ્પર ચરખી સહિત નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ત્યારે આ મામલે તેની તપાસ કામગીરી કરી અને ખનીજ માફિયાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે ડમ્પર ચરખીઓ પથ્થર સહિત ૩૪.૬૪ કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ મામલાની આગળ કાર્યવાહી લીમડી ડીવાયએસપી ને સોંપવામાં આવી છે, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે જિલ્લા માં ખનીજ ચોરી અટકાવવા માટે ના જિલ્લા પોલીસ અને જીલ્લા ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરાય રહ્યા છે, જેને લઈ ને ખનીજ માફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here