કચ્છ : 20 ફેબ્રુઆરી
રાપર તાલુકો એ અભયારણ્ય વિસ્તારમાં આવે છે ત્યારે વન વિભાગ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને વન વિભાગ ની જમીન પર હરિયાળી ક્રાંતિ સર્જી શકે તે માટે વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે રાપર નિલપર માર્ગ પર આવેલ રાપર વિસતરણ રેન્જ ની અંદાજીત પચ્ચીસ લાખ ના ખર્ચે હાઈટેક નર્સરી નું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઇનોગેઅશન રાજય ના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક રામકુમાર સામાજીક વનીકરણ ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ ના મુખ્ય વનસંરક્ષક અનિતા કર્ણ.
નાયબ વન સંરક્ષક સાદિક મુજાવર ની ઉપસ્થિત મા કરવામાં આવ્યું હતું આ અંગે રાપર આરએફઓ આર કે પરમાર વનપાલ વી આઇ જોશી એન બી ચાવડા કે. ડી મકવાણા એ. વી. પટ્ણી વિજય મહેશ્વરી એ જણાવ્યું હતું કે હાલ આ નર્સરી મા ત્રણ લાખ રોપાઓ નો ઉછેર કરવામાં આવેલ છે ઉપરાંત આ રોપાઓ ને ઉછેર કરવા માટે ફોગર સિસ્ટમ દ્વારા પાણી આપવામાં આવે છે ઉપરાંત નર્સરી મા રોપાઓ ઉછેર માટે પાણી નો બોર પાંચ લાખ લીટર નો પાણી નો ટાંકો તેમજ દરેક સ્થળે ટપક સિંચાઈ પધ્ધતિ મુજબ પાણી આપવામાં આવે છે ઉપરાંત 75 પ્રકારના જુદા જુદા ફુલો નો ઉછેર કરવામાં આવ્યો છે ઉપરાંત લીમડો વડ પીપળ ચંદન સપતપરણી પીપળો કાજુ લીંબુ સીતા અશોકા જાંબુ વિગેરે મળી ને કુલ એકસો થી વધુ પ્રકારના રોપાઓ નો ઉછેર કરવામાં આવે છે આ નર્સરી ચાર હેક્ટર મા બનાવવા મા આવી છે આ રોપાઓ તાલુકા મા રોડસાઈડ વાવેતર શાળા હાઈસ્કૂલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંદિર તળાવ સહિત મા વાવેતર કરવામાં આવે છે તો આર્યુવેદના રોપાઓ વાવવામાં આવે છે તો રોપાઓ ઉછેર માટે 300 થી બેડ બનાવવા મા આવ્યા છે એક બેડ એક હજાર રોપાઓ નો ઉછેર કરવામાં આવી રહ્યો છે રાપર ચિત્રોડ ભુજ માર્ગ પર આવેલ આ નર્સરી એક દમ હરિયાળી ક્રાંતિ સર્જી બે ધડી ઠંડક આપે તેવી રીતે બનાવવામાં આવી છે તો નર્મદા નિગમ પાસે રાપર તાલુકામાં થી પસાર થઈ રહેલી કેનાલ ની બન્ને સાઈડ પર વાવેતર કરવા માટે માંગણી કરવામાં આવી છે આમ રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ માટે રાપર વિસતરણ રેન્જ દ્વારા વૃક્ષો વાવેતર માટે રોપાઓ વાવવામાં આવી રહ્યા છે ત્યારે એક કહેવત છે કે વૃક્ષ રક્ષા એ રાષ્ટ્ર રક્ષા.. છોડ મા રણછોડ એ કહેવત સાર્થક કરી બતાવી છે